×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : મહારાષ્ટ્રમાં ખેડૂતોનું હલ્લા-બોલ, જમીન વળતર મામલે મંત્રાલય ભવનમાં ઘુસીને કર્યું ઉગ્ર વિરોધ-પ્રદર્શન

મુંબઈ, તા.29 ઓગસ્ટ-2023, મંગળવાર

મુંબઈમાં રોષે ભરાયેલા ખેડૂતો મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે... આજે મોટી સંખ્યમાં ખેડૂતોએ મંત્રાલય ભવનમાં ઘૂસી ગયા હતા, જેના કારણે ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ પ્રદર્શન દરમિયાન કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે.... હાલ મંત્રાલય અને તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે... તો બીજી તરફ ખેડૂતોના પ્રદર્શન અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી છે. 

મળતી વિગતો મુજબ મુંબઈમાં આવેલ મંત્રાલય ભવનમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઘૂસી ગયા હતા. ખેડૂતો તેમની જમીન માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ ભવનના પ્રથમ માળે પ્રોટેક્શન નેટ કુદીને ઘૂસી ગયા હતા. ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન જોઈ પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો...

પોલીસે કેટલાક ખેડૂતોની અટકાય કરી

પોલીસે કેટલાક ખેડૂતોની અટકાય કરી મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન લઈ જવાયા હોવાના અહેવાલો છે... સુરક્ષાને ધ્યાને રાખી હાલ પોલીસ કાફલો ખડકી દેવાયો છે.... ખેડૂતો ભવનમાં પ્રવેશી વિવિધ માંગો કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના મંત્રી દાદાજી ભુસેએ ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

NCPના નેતાએ કહ્યું, ‘આવી રીતે આંદોલન કરવું અયોગ્ય’

બીજીતરફ પ્રોટેક્શન નેટ કુદી ભવનમાં ઘૂસવા મામલે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા રોહિત પવારે કહ્યું કે, ખેડૂતોની આંદોલન કરવાની આ રીત યોગ્ય નથી... જોકે સરકારે તેમનો અવાજ સાંભળ્યો હોત તો આવી ઘટના બની ન હોત... મારું કહેવું છે કે, આવી રીતે આંદોલન કરવું યોગ્ય નથી... સરકારે તેમને સાંભળવા જોઈએ અને તેમની સમસ્યાઓ નિવારવી જોઈએ... મહારાષ્ટ્રની વાત કરીએ તો આજે અહીં દુષ્કાળની સ્થિતિ ખૂબ જ દયનિય છે. અહીં પીવા માટે પાણી પણ નથી... પશુઓ માટે પણ પાણી અને ઘાસચારાની સ્થિતિ ખરાબ છે... આ મામલે સરકારે ચર્ચા કરવી જોઈએ...

દરમિયાન ખેડૂતોના ઉગ્ર પ્રદર્શન અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મેં આજે ખેડૂતોને અહીં બોલાવ્યા હતા... તેમણે (રાજ્યમંત્રી) દાદા ભુસે સાથે બેઠક કરી છે... 15 દિવસમાં તેમની સમસ્યાઓ પર સમીક્ષા કરવામાં આવશે અને સમાધાન નિકાળવામાં આવશે...