×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ASEAN India Summit માટે વડાપ્રધાન મોદી જશે ઈન્ડોનેશિયા, જ્યારે રાહુલ ગાંધી યુરોપ રવાના

G20 શિખર સંમેલન (G-20 Summit)થી એક દિવસ પહેલાં જ પીએમ મોદી જાકાર્તા (ઈન્ડોનેશિયા) રવાના થશે. વડાપ્રધાન મોદી 6-7 સપ્ટેમ્બરે જાકાર્તામાં આસિયાન ભારત શિખર સંમેલન (ASEAN India Summit) અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી યુરોપ માટે રવાના થયા છે. 

રાહુલ યુરોપ રવાના, જાણો કોની સાથે છે મુલાકાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે ઉપડી ગયા છે. આ દરમિયાન તેઓ ઈયુના વકીલો, વિદ્યાર્થીઓ અને ભારતીય પ્રવાસીઓ સાથે મળવાના છે. યુરોપથી પહેલાં રાહુલ ગાંધી અમેરિકા અને બ્રિટન પણ જઈ આવ્યા છે. કોંગ્રેસના સૂત્રોની માનીએ તો રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સમાં ઈયુના વકીલો સાથે મુલાકાત કરશે. તેના બાદ હેગમાં પણ આ જ રીતે એક બેઠકમાં સામેલ થશે. આ ઉપરાંત તેઓ એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. 

પીએમ મોદીની બેઠકનો આ છે એજન્ડા 

મુલાકાત દરમિયાન પીએમ મોદી મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર વાત કરશે. પહેલો મુદ્દો દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે લાંબા ગાળાનો એજન્ડા તૈયાર કરવાનો રહેશે. બીજું, ભારત અને આસિયાન વચ્ચેના વર્તમાન વેપાર કરારમાં સુધારો કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી. ત્રીજું, ચીન દ્વારા જાહેર કરાયેલા નવા નકશા અંગે આસિયાન દેશો સાથે વાત કરવી.