×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા જોહાનિસબર્ગ પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

Image - iansnews

જોહાન્સબર્ગ, તા.22 ઓગસ્ટ-2023, મંગળવાર

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 15મું બ્રિક્સ શિખર સંમેલન યોજાવાનું છે, ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગે જોહાન્સબર્ગ પહોંચી ગયા છે અને અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાના નિમંત્રણ પર આવ્યા છે અને તેઓ 22થી 24 ઓગસ્ટ સુધી ત્યાં રહેશે. 

PM મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પર મોટીસંખ્યામાં ભારતીયો આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે મોટી સંખ્યામાં ભારતીયોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મોદીએ લોકોનું અભિવાદન પણ કર્યું અને હાથ પણ મિલાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા પહેલા વડાપ્રધાન મોદીએ વિશ્વાય વ્યક્ત કર્યો કે, આ સંમેલન ભવિષ્યના સહયોગ ક્ષેત્રોની ઓળખ કરવા અને સંસ્થાગત વિકાસની તકો મેળવવા સભ્ય દેશોને તકો પુરી પાડશે. બ્રિક્સ સભ્ય દેશોમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા છે. વર્ષ 2019 બાદ બ્રિક્સ દેશોના નેતાઓનું પ્રથમવાર શિખર સંમેલન યોજાશે.

Image - iansnews

પીએમ મોદીનો દક્ષિણ આફ્રિકા કાર્યક્રમ શું છે ?

વડાપ્રધાન મોદીએ ‘એક્સ’ પર લખ્યું કે, હું બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલૉગ કાર્યક્રમોમાં પણ સામેલ થઈશ. બ્રિક્સ શિખર સંમેલન ‘ગ્લોબલ સાઉથ’ના ચિંતાજનક મુદ્દાઓ અને વિકાસના અન્ય ક્ષેત્રો પર ચર્ચા કરવા માટે મંચ પુરુ પાડશે. મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમમાં જેમને ભાગ લેવા આમંત્રણ અપાયું છે, તે તમામ અતિથિ દેશો સાથે વાતચીત કરવા ઉત્સુક છે. તેમણે કહ્યું કે, હું જોહાન્સબર્ગમાં વર્તમાન કેટલાક નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો યોજવા અત્સુક છું.

શું મોદી-જિનપિંગ વચ્ચે ચર્ચા થશે ?

બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શું ચર્ચા થશે. આ સવાલ પર વિદેશ સચિવ ક્વાત્રાએ ગઈકાલે કહ્યું હતું કે, હાલ વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

PM મોદીનો દક્ષિણ આફ્રિકા પછી આગામી કાર્યક્રમ ?

વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા બાદ 25 ઓગસ્ટે યૂનાન (ગ્રીક)ના તેમના સમકક્ષ ક્યારીકોસ મિત્સોતાકિસના આમંત્રણ પર એથેન્સ જશે.