×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Republic Day 2021: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર ધ્વજારોહણ કર્યુ


નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2021 મંગળવાર

દેશ માટે આજે મહત્વનો દિવસ છે. ભારત આજે પોતાનો 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. રાજધાની દિલ્હીના રાજપથ પર મંગળવારે ફરી ઐતિહાસિક પરેડ નીકળશે. જેમાં દુનિયાને ભારત પોતાની તાકાતનો અહેસાસ કરાવશે. પહેલી વાર આ પરેડમાં રાફેલ પોતાની શક્તિ દર્શાવશે. સાથે સાથે દરેકની નજર ટ્રેક્ટર રેલી પર પણ છે.

રાષ્ટ્રપતિએ લહેરાવ્યો ધ્વજ

રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજ લહેરાવ્યો. હવેથી થોડીવારમાં પરેડની શરૂઆત થશે.

લદ્દાખમાં જવાનોએ ધ્વજ લહેરાવ્યો 

દેશના જુદા-જુદા ભાગોમાં ધ્વજ લહેરાવવાનુ શરૂ થઈ ગયુ છે. આઈટીબીપીના જવાનોએ લદ્દાખમાં ધ્વજારોહણ કર્યુ.  

ગણતંત્ર દિવસના અવસરે શુભકામનાઓનો સિલસિલો

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હૉનસને ભારતને ગણતંત્ર દિવસના અવસરે શુભકામનાઓ આપી છે. બોરિસ જ્હૉનસનને પહેલા ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મહેમાન તરીકે સામેલ થવાનુ હતુ, પરંતુ કોરોના સંકટના કારણે તેઓ આવી શક્યા નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાહુલ ગાંધી અને અન્ય દેશના નેતાઓએ લોકોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ થયુ સન્માનનું એલાન

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધિત કર્યો અને કોરોના કાળ સહિત અન્ય પડકારોનો ઉલ્લેખ કર્યો. સાથે જ પદ્મ પુરસ્કારોનુ એલાન કર્યુ. આ વખતે 119 લોકોને આ સન્માન મળ્યુ છે, જેમાં જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબે, રામવિલાસ પાસવાન સહિત અન્ય કેટલાક દિગ્ગજોના નામ સામેલ છે. આ અવસરે ગેલેંટેરી એવોર્ડસનું પણ એલાન કરવામાં આવ્યુ છે.

પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

ગણતંત્ર દિવસના સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા. દરેક વખતે ગણતંત્ર દિવસના જશ્ન પહેલા શહીદોને આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

દેશના અલગ-અલગ ભાગોમાં જશ્ન શરૂ...

અમદાવાદમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ધ્વજ ફરકાવ્યો. સાથે જ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ધ્વજારોહણ કર્યુ.

ગણતંત્ર દિવસના અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે દેશમાં અલગ-અલગ પંત ભલે હોય પરંતુ દેશનુ સંવિધાન દરેકને એક સૂત્રમાં બાંધે છે. સંવિધાન પ્રત્યે તમામ નાગરિકોને સન્માન કરવુ જોઈએ અને મૂળ દાયિત્વોનુ પાલન કરવુ જોઈએ.