×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Editor’s Desk – January 2023

“નાતાલ’ પર્વની ખુશહાલી અમેરિકા સહીત અન્ય દેશોએ પણ ધામધૂમથી અને આનંદ-ઉલ્લાસથી ઉજવી, નવા વર્ષની પણ । સૌએ ઉજવણી કરી સૌનું નવું વર્ષ સુખમય અને આનંદમય રીતે પસાર થાય તે્વ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી કેટલાક સંકલ્પોનું આદાન-પ્રદાન કર્યું. ભારતમાં યોજાયેલ બે રાજયોની ચૂંટણીમાં મતદારોએ ગુજરાતને ખોબલે ખોબલે મત આપી ફરી એકવાર ભારતીય જનતા પક્ષ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો માહોલ રચ્યો છે. જયારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફરી શાસન સંભાળવાની તક પ્રાપ્ય થઇ છે. જે રીતે ગુજરાતના મતદારોએ જુસ્સો બતાવ્યો એ રીતે જોતા લાગે છે કે પ્રજાને ભલે ગમે તેવા પ્રશ્નો ઉભા થયા હોય પરંતુ ગુજરાતના ભવિષ્ય માટે ભાજપને ફરી મોકો આપ્યો છે. ભારતમાં ભાજપ સરકારે ભારતિય પ્રજાને ધ્યાનમાં રાખી કેટલાય કામોને પ્રાધાન્ય આપી દેશને વિકાસની તરફ લઇ જવાનો યથાર્થ પ્રયાસ કરેલ છે. પ્રજાને ભાજપ ઉપર વિશ્વાસ છે એના કેટલાય દાખલાઓ ચૂંટણીઓમાં જોવા મળ્યા છે. ખેર, કેન્દ્રમાં સરકાર તો ગમે તે હોય પરંતુ પ્રજાનું હિત સચવાય અને દેશનું ગૌરવ વધે તેવી કામગીરી તો થવી જ જોઇએ

બીજી બાજુ માઇનોરેટી ધર્મ તેમના ધર્મને વધારવા અન્ય ધર્મની પ્રજા કેમ કરીને ઓછી થાય, તેમના ધંધા- પાણી કેમ તૂટે તે માટે તેઓ દરેક પ્રકારના મોટા વેપારીઓને નાણાંકિય સગવડ પૂરી પાડતા હોય છે. જેમ કે ભારતમાં ઉપજ થતી ફુટસની ખેતીમાંથી જે ફળો માર્કેટમાં આવતા હોય છે તે સમગ્ર કુટનો બિઝનેસ માઇનોરેટી વેપારીઓએ આંચકી લીધો છે. આવા વેપારીને ત્યાં માઇનોરેટી ધર્મ લારીવાળો માલ લેવા જશે તો ખુબજ સસ્તા ભાવે ફટસ આપશે, જયારે અન્ય ધર્મ લારીવાળો લેવા જશે તો તેને મોંઘા ભાવે માલ આપશે. જેના કારણે અન્ય ધર્મ ની લારી ઉપર માલ મોંઘો વેચાશે એટલે સ્વાભાવિક છે કે મોંઘું હોવાને લીધે પ્રજા તેને ત્યાંથી ખરીદતાં વિચાર કરશે, અને માઇનોરેટી ધર્મ લારીવાળો સસ્તા ભાવે આપશે એટલે એને ત્યાં ઘરાકી વધશે. લાંબાગાળે નિરાશ થઇ અન્ય ધર્મ લારીવાળાઓનો ધંધો ધીમે ધીમે કરી ઠપ્પ થઇ જતાં તેને બંધ કરવાની વારો આવે છે.

કૃષ્ણભૂમિ દ્રારિકામાં પણ બોટમાં અન્ય ધર્મ વાળા પાસે ૧૦૦ રૂ।.ની ટીકીટ તો માઇનોરેટી ધર્મ વાળા પાસે ૧૦ રૂ.ની ટીકીટ લેવાતા બોટના ધંધામાં પીછે હઠ કરી દ્વારિકા છોડવાનો વારો આવ્યો છે. ઉપરાંત ‘લવજેહાદ’ માં પણ સાવ અભણ અને રખડુ છોકરાઓને પૈસા આપી, વાહન આપી કોલેજમાં ફકત આંટા મારી અન્ય ધર્મની છોકરીઓને ફસાવવાના કિસ્સા જ નહીં પરંતુ પોલીસ દફતરે પણ એવી ઘટનાઓ નોંધાવા પામી છે જેને કારણે એક ગંભીર સમસ્યા પેદા થવા પામી છે. અન્ય ધર્મની છોકરીઓને ટાર્ગેટ કરી તેમને ફસાવી પછી તે છોકરીની શી દશા થાય છે તે તો આપણે અખબારોમાં ચમકતા હિંસક સમાચારો દ્રારા જાણી શકીએ છીએ. હમણાં એક જેન યુવતીની સોશ્યલ મીડિયા ઉપર ફરતી કલીપ ફરતી હતી, જેમાં છોકરીને હનીમુનને બહાને છેક દુબઇ લઇ જઇ ત્યાં ૭૦ લાખમાં વેચી દીધી. આશ્ચર્યની વાત તો એ થાય છે કે આપણી બેન-દીકરીઓને બચાવવા, સજાગ ને સતર્ક કરવા કેમ કશું કરતા નથી. સંપ્રદાય મોટો કે ધર્મ મોટો ?

દિલ્હીમાં એક મુસ્લિમ યુવક દ્રારા એક હિન્દુ યુવતીના ૩૫ જેટલા ટુકડા કરી તેને જુદે જુદે ઠેકાણે એક એક કરીને જે કૃત્ય આચર્યું એની સામે સમાજના ઠેકેદારો અને જાગૃત લોકોના સંગઠનોએ આગળ આવવું જ પડશે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આના માટે કેટલાક એકશન પ્લાન ઘડી કાઢી અમલમાં મુકયા છે. દરેક રાજયોમાં સરકાર દ્વારા આવા પ્રયાસ હાથ ધરવામાં આવે તો આવા કૃત્યોને અંશતઃ રોકી શકાય છે.

બિહારના મુખ્યમંત્રીએ લઠ્ઠા કાંડમાં મરેલી વ્યકિતઓને કોઇ જ પ્રકારની આર્થિક સહાય નહીં કરીને એક સારો દાખલો બેસાડયો છે. દારૂ એક પ્રકારનું એવું દુષણ છે જેને કારણે પીનારની સાથે એનો પરિવાર પણ દારુણ સ્થિતિમાં આવી જાય છે. જેનો જવાબદાર એ દારૂ પીનાર વ્યકિત છે. એને આવી આર્થિક સહાય આપી પોષવાની કોઈ જરૂર નથી. જો દારૂ પીનારને પણ સરહદ ઉપર શહિદ થતા સૈનિકની જેમ મોટી મોટી આર્થિક સહાયો આપીશું તો શહીદના મૃત્યુની કદર કરી તેવું કહેવાશે નહીં. એક વ્યકિત દારૂ પીને પોતાના આખા પરિવારને જોખમમાં મુકે છે, જયારે એક વ્યકિત આખા રાષ્ટ્રની સેવા કરવા જતા શહિદ થાય છે તો એટલે તો ફરક હોવો

જોઇએ. અસ્તુ ! -તંત્રી. સભાષ શાહ