×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મઝમા રેહવાનો પ્રયત્ના કરું

મઝામાં રહેવું એટલે શું ?

ડોન્ટ વરી બી હેપી’ એવું કહેવાય છે. એટલે કે ચિંતા ના કરો, ખુશ રહો. ચિંતા ના જ કરવી અને સતત ખુશ રહેવું એ એટલું સરળ છે ? મારે ના કરવી હોય તો પણ મારાથી ચિંતા કર્યા સિવાય રહેવાય છે ખરું ? “ચિંતાથી ચતુરાઇ ઘટે’ એવું કહેનારા ચતુરભાઇ પણ ચિંતા કર્યા સિવાય રહી શકતા નથી !

મઝામાં રહેવું એટલે ખુશ રહેવું. આનંદમાં રહેવું. હળવા અને હલકા રહેવું. કશાનો ભાર ન રાખવો. સંતુષ્ઠ રહેવું. સુખી રહેવું. નિશ્ચિત રહેવું. ઇર્ષ્યા નહીં, ક્રોધ નહીં. તિરસ્કાર નહીં. અણગમો, અધરાવો નહીં. લોભ અને લાલચ નહીં. બળાપા, કકળાટ નહીં. ઉચાટ નહીં. કચવાટ નહીં, રઘવાટ નહીં. ચોરી નહીં, જુઠાણું નહીં. ઢોંગ, બનાવટ, છેતરપિંડી નહીં. ભૂતકાળના વસવસા નહીં અને ભવિષ્યની ચિંતા નહીં. સ્પર્ધા નહીં, સરખામણી નહીં.

મઝામાં રહેવું એટલે પ્રેમથી રહેવું. સહકાર અને સાહચર્યથી રહેવું. નિરપેક્ષ અને નિઃરપૃહ રહેવું. સંપીને રહેવું. શાન્તીથી, હળીમળીને રહેવું.

કેટલું અઘરું છે મઝામાં રહેવાનું ? ઉપાધીઓનો પાર નથી. ભાર અને દબાણ અપરંપાર છે. પહોંચી વળાતું નથી. આખો દિવસ દોડાદોડ રહે છે અને તમે ભલા માણસ, મઝામાં રહેવાની વાત કરો છો !

સાચી વાત છે. જીવન જીવવું સહેલું નથી પણ જીવવું તો પડશે ને ? જો મારે જીવન જીવવાનું જ છે તો પછી શાન્તિથી, સરળતાથી, મારી તાકાત પ્રમાણે, મારા સંજોગ પ્રમાણે, મારા ઈશ્ટદેવમાં પૂર્ણ શ્રધ્ધા રાખી, સ્વ-જાતમાં વિશ્વાસ રાખી કેમ ના જીવવું ? અને આ થઇ શકે એવી બાબત છે. ચાલો, થોડીક આ દિશામાં વાત કરી લઇએ. અને તો હં મઝામાં રહેવાનો થોડોક પણ પ્રયત્ન કરી શકું.

રોજબરોજનું જીવન વધારે ને વધારે દબાણવાળું, અનિશ્ચિત અને અસુરક્ષિત બની રહ્યું છે. મોંઘવારી, બેકારી, અછત, અસમાનતા, પૂર્વગ્રહ, ઈર્ષ્યા, તિરસ્કાર, સામાજીક અશાન્તિ, રાજકીય અરાજકતા અને એવું બધું સતત ચાલ્યા કરે છે. અને વળી કુદરત પણ એની સર્વોપરિતા સાબિત કરવા જાતજાતના નુસખા કરે છે જેમ કે કરોના, અતિવૃષ્ઠિ, વાવાઝોડાં, ધરતીકંપ અને જંગલની આગ એને લાચાર અને બેબાકળો બનાવે છે. માણસ કુદરત સાથે બાથ ભીડી રહ્યો છે. કુદરત માણસને એની ઓકાત બતાવી રહી છે. અભિમાન, અધિકાર, અહમ્‌ બહું મોટી બાબત છે. આ હરીફાઇ છે, માણસની સર્વોપરિતા સાબિત કરવાની કે પછી કુદરતની કરામત સમજવાની અને સ્વિકારવાની. માણસની મર્યાદાઓમા રહીને જીવવાની એ વાત તો સમય જ નકકી કરશે.

જે કંઇ બની રહ્યું છે, ગમે તેટલું બિહામણું અને અનિશ્ચિત હોય તો પણ, હાલના સંજોગમાં, અત્યારની પળમાં કેવી રીતે મારી શાન્તિ સાચવવી, કેવી રીતે મારો આ અમૂલ્ય સમય આનંદથી પસાર કરવો એ મારા માટે મહત્વની બાબત છે.

અન્ય જીવોની સરખામણીમાં માણસ પાસે, એટલે કે મારી પાસે બે વિશિષ્ટ શકિતઓ છે ઃ

૧. મૂલ્યાંકન કરવાની – ટુ જજ, અને

૨. પસંદગી કરવાની – ટુ ચુઝ

અને આ બાબતમાં, નિરાંતે વિચારું તો, હું જ કેન્‍દ્રમાં રહું છું. મારી શાન્તિ, અશાન્તિ, સુખ-દુઃખ, પ્રેમ-તિરસ્કાર મારા વડે જ ઉત્પન્ન થાય છે. પહેલી નજરે એવું લાગે કે એ બધું બહારથી આવે છે, એ માટે બીજું કંઇક અને બીજી કોઇક જવાબદાર છે, પરંતુ એ સાચું નથી.

મારું દ્રષ્ટિબિદુ, મારું મૂલ્યાંકન, મારું અર્થઘટન, મારાં વલણો, મારું જે તે

પરિસ્થિતિ સાથેનું જોડાણ મારી લાગણીઓ જમાવે છે. હું મઝામાં છું કે મઝામાં નથી, સુખી છું કે દુઃખી છું, સંતુષ્ઠ છું કે અધરાયો છું એ બધું એમાંથી નકકી થાય છે. લોભ, લાલચ, દ્રેષ, ઇર્ષ્યા, તિરસ્કાર, ગમા-અણગમા, સ્પર્ધા-સરખામણી અને એવું બીજું ઘણું બધું એક જ ઘરમાં રહે છે. એ બધા ભેગા થઇને મારા પર હમલા કરે છે, મને સતત નચાવે છે, દોડાવે છે. અને હં મઝામાં રહેવાનું ભૂલી જાઉં છું. જો હું આ સમજી લઉં તો મઝામાં રહેવાનું અઘરં નથી. હું પણ મઝામાં રહી શકું. પસંદગી મારી છે. એ માટે તમે કે બીજું કોઇ, બીજું કશું પણ જવાબદાર નથી !

આપણે નકારાત્મકતાથી ટેવાયેલા છીએ. મગજ બહં સ્વાભાવિક રીતે નકારાત્મક વિચારો ઉત્પન્ન કરે છે, એટલે સતત મઝામાં રહેવું એ સામા વહેણે તરવા જેવું છે. આપણું જીવન ટેવ પર ચાલે છે, અને ટેવો બદલી શકાય, ટેવો પાડી શકાય. સવાલ માત્ર એ ટેવ પાડવાનો અને સારી પસંદગીઓ કરવાનો છે. તિરસ્કારને બદલે પ્રેમ ચોકકસ વિકસાવી શકાય. આપડાવારા’ ના એ મર્યાદીત કંડાળામાંથી બહાર નીકળીએ, અજાણ્યાને પણ શંકા કર્યા સિવાય સ્વિકારીએ તો મને તો આનંદ થશે જ, મારી આજુબાજુ પણ ભય સિવાયનું, બીક સિવાયનું વાતાવરણ ચોકકસ ઉભું થશે. પ્રયત્ન કરવા જેવો છે અને એક માણસ તરીકે આપણે માત્ર પ્રયત્ન જ કરી શકીએ. પ્રયત્ન કરવો કે નહીં અને કઇ દિશામાં પ્રયત્ન કરવો એ પણ મારી પસંદગી જ છે !

ચાલો થોડીક કરોનાની વાત કરીએ. કરોના નામનો વાયરસ આવ્યો. આખી દુનિયાને એની ઝપેટમાં લીધી. હજારો માંદા પડયા. હજારો મોતને ભેટયા. હૅડતા-ચાલતાં આપણે એ મહામારીની જ વાતો કરવામાં ગૂંચવાઇ ગયા.

કરોના શું છે ? કરોના કયાંથી આવ્યો ? કરોના કયારે જશે ?

ફલોરિડામાં આમ થયું. કેલિફોર્નિયામાં તેમ થયું. ટેકસાસમાં ખૂબ કેઇસીસ વધ્યા. હવે તો ગુજરાતનાં ગામડાં પણ બાકાત નથી.

તમે ચોથું બુસ્ટર લીધું ?

બહાર જવાનું બંધ થઇ ગયું. ધંધા-રોજગાર બંધ થઇ ગયા.

ચહેરો માસ્કથી ઢાંકવાનો. બે જણ વચ્ચે છ ફૂટનું અંતર રાખવાનું.

વારંવાર હાથ સાબુથી ધોવાના. શાકભાજી પણ સારી રીતે ધોવાના.

આ બધી ચર્ચાનો અર્થ શું ? આમાંથી ફળિભૂત શું થાય # કરોના મહામારીનું નિયંત્રણ મારાથી થઇ શકે ખરં ? ચર્ચાના અંતે શું નિકળે છે ? ચિંતા, ચિંતા અને માત્ર ચિંતા ! શું અર્થ છે આ બધાનો ? શું કામ હું અને આપણે બધા ભેગા થઇને સતત મગજમાં આ બધી નકારાત્મકતા ભેગી કરીએ છીએ ?

હું માત્ર મારે ધ્યાન રાખી શકું, હું એ મહામારીનો ભોગ ન બનું એ માટે સાવચેતીનાં પગલાં લઇ શકું. માત્ર ચર્ચા કર્યા કરવી, ઉત્તેજના ઉભી કરવી, લોહીના દબાણના આંકડા ઉચાર્નીચા કરવા કે પછી, એ બધું નિરર્થક કરવાને બદલે સાવધ રહેવું એ પણ મારી પસંદગી જ માત્ર છે. વિગતોમાં, આંકડામાં જેટલો ઊંડો ઉતરીશ એટલી ચિંતા વધશે. તબીયત બગડશે. એમ કરવાથી કરોનાનો પ્રશ્ન કંઇ ઉકલવાનો નથી. મારાથી શું થઇ શકે એ વિચારવું, અને એ પ્રમાણે વર્તવુ એટલું જ માત્ર હું કરી શકું. બાકી બધો બિનજરૂરી વાણીવિલાસ ! સમજાય છે ને ! શું થઇ શકે આવું મારાથી ? ડિપ્રેસન અને નકારાત્મકતાને સીધો સંબંધ છે.

કેટલાક માણસો સતત નકારાત્મકતામાં જ જીવે છે. “દૂધમાં પોરા શોધવા? એ એમની કુલટાઇમ જોબ છે. એવું જ ઘણા માણસોનું વલણ માત્ર ચિંતા કરવાનું હોય છે. નિરાંતે વિચારું તો આ વાત સમજવાનું અઘરું નથી કે મારી મોટા ભાગની ચિંતાઓ મારી ચિંતાઓ છે જ નહીં. એ કોઈકની, ઉછીની લીધેલી ચિંતાઓ છે. સાચું કહું તમને, મને તો ચિંતા ન હોય તો ચિંતા થાય કે ચિંતા કેમ નથી?

હું મઝામાં કેવી રીતે રહ ?

હું સુખીકેવી રીતે રહ ?

મને શાન્તિ મળે જ કેવી રીતે ? મળે. ચોકકસ મળે. જો હું આ આખી વાત સમજી લઉં અને સભાનતાપૂર્વક પ્રયત્ન કરં તો હું મારું આ ચિંતાગ્રસ્ત દ્રષ્ટિબિદુ ચોકકસ બદલી શકું.

વર્ષોના મહાવરા પછી મગજમાં એક ચોકકસ ભાતથી વિચારવાની ટેવ પડે છે. એ જ રસ્તે ચાલવાની ઢબ ઉભી થાય છે. ચોકકસ ચીલા પડે છે. એ ચીલામાંથી, વિચારવાની ભાતમાંથી બહાર નીકળવા, જૂના ચીલા ભૂંસવા અને નવા ચીલા ઉભા કરવા મારે સભાન પ્રયત્ન કરવા પડે. અને મારે દુઃખી થઇને, ચિંતાઓ કરીને મારા આ જીવનને વેડફવું ન હોય તો… આ પ્રયત્ન કરવા જેવો છે. દેશમાં હતો ત્યારે રસ્તાની ડાબી બાજુ વાહન ચલાવતો હતો. અમેરિકા આવ્યો. હવે મારું વાહન રસ્તાની જમણી બાજુ ચલાવું છું. નવો ચીલો મહાવરાથી મારા મગજે ઉભો કર્યો. કર્યો ને ? આ થયું ને ? બસ, એ જ પ્રમાણે હું મારી નકારાત્મકતાથી, દુઃખી થવાની, ચિંતા કરવાની એ જૂની કેડીઓને તિલાંજલી આપી, ખુશ રહેવાની, મઝા કરવાની, સુખી થવાની નવી કેડીઓ વિકસાવી શકું. પસંદગી મારી છે.

મારા એ ચીલા, વિચારવાની એ કેડીઓ ખૂબ જૂની છે. મારા સંબંધો અને મારા અનુભવો દ્વારા મેં એ પસંદગીઓ કરી છે. એ મજબૂતાઇથી ટકી રહી છે. કારણકે એમની પાછળ મારી માન્યતાઓ અને લાગણીઓ સંકળાયેલી છે. દરેક બાબતમાં, નાનામાં નાની બાબતમાં પણ મારી ચોકકસ માન્યતાઓ છે અને હું એ પ્રમાણે જ વિચારવા, કરવા ટેવાયેલો છું. જો મારી એ માન્યતાઓ મને મઝામાં રાખતી હોય તો… બધું બરાબર છે. પણ જો હું મઝામાં ન રહી શકતો હોય તો… મારે આ બાબતે વિચારવું પડે.

આપણે સતત અધુરપમાં જીવીએ છીએ. આપણે સતત ભય, બીક, ચિંતામાં જીવીએ છીએ.

“સંતોષી નર સદા સુખી’ બોલવાનું, સાંભળવાનું ગમે છે. અધરાવો જ હોય ત્યાં સંતૃપ્તિ આવે જ કેવી રીતે ? સતત ભેગું કરવાની મથામણમાં કશું માણ્યા સિવાય એ અહીંથી વિદાય થાય છે ! ફરી પાછું એ અવતારોનું ચકરડું ચાલુ રહેશે. કમનસીબી જ કહેવાય ને ? મઝામાં કેવી રીતે રહેવાય ?

ભગવાનમાં માને છે. મંદિરમાં જાય છે. ત્યાં એ ભકિતભાવથી, સદ્દભાવથી જતો નથી. ત્યાં પણ જાય છે કોઇક ભયથી, કોઇક બીકથી, કોઇક ચિંતાથી, કોઇ સ્વાર્થી. બધું જ ખાલી…ખાલી… ખાલી..! ખાલી એટલે ખોખલું. ખાલી એટલે કરવા ખાતર. મઝા કેવી રીતે મળે મને ?

આવું જ મૂલ્યો અને આદર્શોની બાબતમાં છે. સાચું બોલવું જોઇએ, પરીગ્રહ સારો નહીં, બ્રહ્મચર્ય પાળવું જોઇએ. કથાઓ સાંભળે છે. સત્સંગોમાં જાય છે. ફેરીઓ કરે છે, પરંતુ એમાંનું કશું પાળતો નથી. પાળતો નથી અને સુખ, શાન્તિ, મોક્ષની આશા રાખે છે !

સંધર્ષ, માત્ર સંઘર્ષ. મારું આયખુ આમ જ સંઘર્ષમાં, દિધામાં, બેવડાં ધોરણોમાં જ વીતે છે. મરવાનું થાય ત્યારે જીવન આખું એળે ગયું” એમ થાય છે.

વિશ્વાસ ઘટયો છે… વિશ્વાસઘાત વધ્યો છે.

શ્રધ્ધા ઘટી છે…. શ્રધ્ધાનો દેખાડો વધ્યો છે.

પ્રેમ ઘટયો છે… અપેન્ઞાઓ, આગ્રહો વધ્યાં છે.

નિયમો, આદર્શો, કાયદા એ બધાની આટલી જાહેરાતો કેમ કરવી પડે છે ?

“વાહન ડાબી બાજુ હાંકો? એમ કહેવું કેમ પડે ?

“સ્પીડ લીમીટ….૫૫ માઇલ. ઠેર ઠેર તકતીઓ કેમ મૂકવી પડે ? વાહન ચલાવવાનો પરવાનો આપ્યો ત્યારે લેખીત અને વ્યવહારું એમ બંને પરીક્ષાઓ

લીધી નહોતી ? તો પછી આમ ઠોકી ઠોકીને, કયારેક તો દબડાવીને પણ કેમ કહેવું પડે કે “જૂઠું બોલીશ તો હાડકાં ભાંગી નાખીશ.’

નથી લાગતું તમને કે મારી, તમારી, આપણી આ બધા નિયમો, કાયદા, આદર્શો પર આપણી પક્કડ ઢીલી થઇ છે? ના..ના.. એ પકકડ ઢીલી નથી થઇ. આપણે બધાંએ સંપીને એ બધા સાથે પકકડ ઢીલી કરી છે. સમજી, વિચારીને, આપણા સ્વાર્થ માટે, આપણે બધા કાયદાને/આદર્શોને મરોડીએ છીએ. આપણે બંનેને આની ખબર છે ! મઝામાં કેવી રીતે રહેવાય ?

આપણે બધું ખાલી-ખાલી કરી રહ્યાં છીએ ને ? આપણે કૃત્રિમ બની રહ્યાં છીએ ને ? અંદર અને બહાર… સાવ જૂદું ! તમે સામે મળો છો. બે હાથ જોડી “જય શ્રીકૃષ્ણ’ કહું છું. તમે જેવા ખસ્યા, ફટાક દઇને કહું છું, (સાવ લબાડ છે. મને દીઠો ગમતો નથી !’

સંઘર્ષ બહાર નથી. સંઘર્ષ મારી અંદર છે. દા.ત. સાથું બોલવું જોઇએ. હું સાચું બોલતો નથી. સાચું બોલવાથી નુકસાન થાય છે. સાચું બોલી શકતો નથી. પરંતુ એ ફાયદો થવાની સાથે સાથે મને સતત એ વાતનો ડંખ રહે છે, અપરાધની લાગણી રહે છે. “બધાંય આવું કરે છે’ કે પછી “ધંધામાં એવું કરવું પડે’ એ આશ્ચાસનો મારા સંઘર્ષને ઓછાં કરતાં નથી. અંદર અને બહાર વચ્ચે, મારા જ વ્યકિતત્વના એ બે ભાગ વચ્ચે એક મોટું અંતર, વિસંવાદીતા સતત ચાલુ રહે છે.

મઝામાં રહેવું છે. મારે પણ મઝામાં રહેવું છે. રહેવાતું નથી. સીમ્પલ લિવીંગ, હાઇ થીંકીંગ. સંતોષી નર સદા સુખી-સૂત્રો સારાં છે. સાંભળવા ગમે એવાં છે. પણ વાસ્તવિકતા સાવ બીજા છેડે છે.

સાદુ જીવન. સાદુ જીવન એટલે શું ? સાદગીમાં સુખ છે ખરું ? અને એ સાદગી તો મારી પાસે હતી જ ને ? ગામડેથી શહેરમાં, નાના શહેરમાંથી મોટા શહેરમાં અને દેશમાંથી પરદેશમાં થતાં એ પ્રયાણ શું સાદગી માટે થાય છે? બે જણ માટે ચાર-છ બેડરૂમ અને ત્રણ ફ્રીજ એ સાદગી કહેવાય ? અને એ પ્રયાણ કર્યા પછી પણ મને સુખ, શાન્તિ, આનંદ મળ્યાં છે ખરાં ? હું મઝામાં રહં છું ખરો ? હા, કહેવા ખાતર તો હું ફટાક દઇને કહી દઉ છું “મઝામાં’, પરંતુ ખરેખર એ સાચું હોય છે ? આ દલિલ કરવાની વાત નથી, જીભાજોડી કરવાની વાત નથી… આ વાસ્તવિક બનવાની, પ્રામાણિક બનવાની, સન્‍્નિષ્ઠ બનવાની વાત છે!

એવું જ સંતોષની બાબતમાં છે.

સંતોષી નર સદા સુખી. શું આ ખરેખર શકય છે ? અને સંતોષ એટલે શું ? સંતોષની માત્રાઓ-કક્ષાઓ-લેવલ્સ-ઇન્ટેટસીટી હોય ખરાં # મારે કયાં-કેટલે અટકવાનું ? કેટલું પૂરતું કહેવાય ?

એક ગાડી, બે ગાડી. નાનું મકાન, મોટું મકાન. નાનું મૂડીરોકાણ, મોટું મૂડી રોકાણ. નાનો ધંધો, બે-ચાર મોટા ધંધા.

શું કરવું મારે ? અને હં આવું બધું જ કરે છું ને ? સાયકલ લઇને હવે ઓફિસ નથી જવાતું. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું વાહન નથી રહ્યું. હવે એ કસરત માટેનું, લિવીંગરૂમમાં, ટી.વી.ની સામે પાર્ક કરેલું સાધન બની ગયું છે ! તમે કહેશો તે એમાં ખોટું શું છે ? આ સાચા-ખોટાની વાત નથી. આ વાત છે સાયકલ, ગાડી-નિસાન સેન્ટ્રો કે પછી બીએમડબલ્યુની. સંતોષ કેટલાથી ? સગવડ કે પ્રતિષ્ઠા ? ઉપયોગ કે દેખાડો ? લોભ કે લાલચ ?

બીજી બે મહત્વની બાબતો છે મઝામાં રહેવા અંગે, અને એ છે “અછત અને અ-ધરાવો. હા, જીવવા માટે રોટી, કપડાં, મકાન જોઇએ. પરંતુ રોટલો અને શાક બરાબર કે પછી શિખંડ અને પૂરી ? કોણ નકકી કરે ?

હા, જયાં અછત છે ત્યાં જીવન તકલીફ વાળું હોય જ હોય. આપણે એની વાત કરતા નથી. આપણે વાત કરવી છે મારી, તમારી, આપણી. આપણે

પરદેશનું પ્રયાણ કર્યું. કોઇ નાની ઉમરે આવ્યા, કોઇ નિવૃત્તિ પછી આવ્યા. પણ જે આવ્યા છે તે સારું કમાયા છે. આપણે અમેરિકામાં “સૌથી સમૃધ્ધ, આયાતી અમેરિકન ગણાઇએ છીએ.’ એ થઇ સમૃદ્ધિની વાત. આપણાં સંતાનો પણ સારુંદોડે છે.’

આપણે આ બધું મળ્યા પછી મઝામાં છીએ ખરાં ? સરખામણીમાં આપણને ઘણું વધારે મળ્યું છે અને છતાં ‘હજી વધારે’ની ભૂખ વધારે ને વધારે વકરતી હોય એવું નથી લાગતું ?

“મારે ઘણું છે. મારે સારું છે.’ મારે જરૂર નથી. વધારે જરૂરિયાતવાળાને આપો. બહું દોડયો. હવે બધું આટોપી નિરાંતે બેસું.

મારાથી આવી ભાષા વાપરી શકાય છે ખરી ? અહીં અઢળક સગવડો છે. અનેક ઉપલબ્ધિઓ છે. સરકારી સગવડોનો તો પાર નથી. આ બધું મળ્યા પછી હું મઝામાં છું ખરો ? ‘લીપ-સર્વીસ, જીભે જોર-વાંતોનાં વડા’ કરવાને બદલે અંતરાત્માને પૂછી જઓ. એ સાચું કહેશે.

માણસનું મન કાગડા જેવું છે. હલવાસનના ડબ્બા પર બેસવાને બદલે વિષ્ઠા પર જઇને બેસે છે. મારું પણ એવું જ છે. મારી

ચારેય બાજુ સુખનાં, મઝાનાં, આનંદના અઢળક પરિબળો છે પરંતુ હું…. “મારે તકલીફોનો પાર નથી’ એવું કહેવા માટે ઢગલો બહાનાં શોધી કાઢું છું ! મઝામાં કેવી રીતે રહેવાય ?