×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોનાના ભાવ ઘટ્યા, ચાંદીની કિંમતમાં પણ ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ

નવી દિલ્હી, તા.24 ઓગસ્ટ-2023, ગુરુવાર

આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં આંશિક ઘટાડો તો ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. આજે ગોલ્ડ પ્રતિ 10 ગ્રામ 21 રૂપિયા ઘટી 58798 રૂપિયે પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 447 રૂપિયા ઘટી 73557 રૂપિયે પહોંચી છે.

સોનાના ભાવમાં 21 રૂપિયાનો ઘટાડો

સટોડિયાઓ દ્વારા ઓછો સોદો કરાતા આજે ફોરવર્ડ ટ્રેડિંગમાં સોનાની કિંમત 21 રૂપિયા ઘટીને 58798 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર ડિલીવરીવાળા સોનાના કોન્ટ્રેક્ટની કિંમતમાં 21 રૂપિયા એટલે કે 0.04 ટકાના ઘટાડો નોંધાયો, જેમાં 12,469 લોટનો કારોબાર થયો છે. વૈશ્વિક સ્તરે સોનાની કિંમતની વાત કરીએ તો ન્યુયોર્કમાં સોનું 0.05 ટકા વધીને 1949 અમેરિકી ડૉલર પ્રતિ ઔશ પર ટ્રેડ કરી રહ્યું હતું.

ચાંદીની કિંમતમાં 447 રૂપિયાનો ઘટાડો

આજે ચાંદીના ભાવમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ફોરવર્ડ ટ્રેડિંગમાં પ્રતિ કિલોગ્રામ ચાંદીની કિંમત 447 રૂપિયા ઘટીને 73557 નોંધાઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર ડિલીવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટની કિંમત 447 રૂપિયા અથવા 0.6 ટકા ઘટવા સાથે 73557 રૂપિયે પહોંચી છે, જેમાં 8266 લોટનો કારોબાર થયો છે. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં ચાંદીની કિંમતમાં 0.69 ટકાના ઘટાડા સાથે 24.54 અમેરિકી ડોલર પ્રતિ ઔશ પર ટ્રેડ પર જોવા મળી. ગુડ રિટર્ન વેબસાઈટ મુજબ બુલિયન માર્કેટમાં વિવિધ શહેરોમાં સોનાની કિંમત નીચે મુજબ છે.

10 શહેરોમાં ગોલ્ડની કિંમત (24 કેરેટ, 10 ગ્રામ)

  • દિલ્હી, ચંદીગઢ, જયપુર, લખનૌ - રૂ.59,600
  • મુંબઈ, કોલકાતા, બેંગલોર, હૈદરાબાદ - રૂ.59,450
  • પટના - રૂ.59,500
  • ચેન્નાઈ - રૂ.59,820