×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સૂર્ય યાન બનાવવા માટે વૈજ્ઞાનિકોએ મહિનાઓ સુધી ન લગાવ્યું પરફ્યુમ, તેની પાછળનું આ વૈજ્ઞાનિક કારણ


ઈસરોએ ટૂંકા સમયગાળામાં બે મોટા મિશનને સફળ બનાવીને એક ઈતિહાસ રચ્યો છે. ગઈકાલે ભારતનું પહેલું સૂર્ય મિશન aditya l1 શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે. ISRO માને છે કે aditya l1 લગભગ પાંચ વર્ષ સુધી સૂર્યનું નજીકથી વિશ્લેષણ કરશે. 

પરફ્યુમ લગાવીને આવવા પર પ્રતિબંધ 

આ મિશનને લઇ કેટલી એવી વસ્તુઓ પણ સાંભળવા મળી છે કે જે થોડી અજીબ લાગશે, પરંતુ આ બાબતોએ મિશનને સફળ બનાવ્યું છે. એક અહેવાલ અનુસાર, સૂર્ય મિશનના મુખ્ય પેલોડ પર કામ કરી રહેલી ટીમના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને પરફ્યુમ લગાવીને આવાની સખત મનાઈ હતી. તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.

પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ 

ભારતનું પ્રથમ સૂર્ય મિશન, Aditya l1 ના મુખ્ય પેલોડનું નિર્માણ કરનારી ટીમમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનો સમાવેશ થતો હતો,  આ લોકોને કામ દરમિયાન પરફ્યુમ અથવા કોઈપણ પ્રકારની સુગંધિત વસ્તુઓ લગાવીને આવવા પર પ્રતિબંધ હતો. આ અહેવાલમાં કારણ આપતા જણાવ્યું હતું કે, પરફ્યુમનો એક કણ પણ આદિત્યના મુખ્ય પેલોડ - વિઝિબલ એમિશન લાઈન કોરોનોગ્રાફ (VELC) ને તૈયાર કરતા સંશોધકોના કાર્યમાં વિક્ષેપ પાડી શકે છે.

વૈજ્ઞનિકો આ રીતે કરતા હતા કામ 

ઈસરોએ સૂર્ય મિશન Aditya l1ના મુખ્ય પેલોડને તૈયાર કરવા માટે સંપૂર્ણપણે જંતુરહિત વાતાવરણ તૈયાર કર્યું હતું. વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ આ સમય દરમિયાન અલ્ટ્રા ક્લીનરૂમમાં કામ કર્યું હતું, એક રૂમ જે હોસ્પિટલના ICU કરતા 100,000 ગણો વધુ સ્વચ્છ હતો. આના પરથી તમે કાર્ય દરમિયાન ટીમને કઈ મુશ્કેલીઓ અથવા સાવચેતી રાખવાની હતી તેનો ખ્યાલ મેળવી શકો છો. ટીમના દરેક સભ્યએ સ્પેસ મેન જેવા સૂટ પહેરવાના હતા અને દૂષણથી બચવા માટે અલ્ટ્રાસોનિક સફાઈ પણ કરાવવી પડી હતી.

વૈજ્ઞાનિકોએ છ કલાકની શિફ્ટમાં કર્યું હતું કામ 

આ અહેવાલ પરથી આપણને જાણવા મળે છે કે, વૈજ્ઞાનિકોએ છ કલાકની શિફ્ટમાં કામ કર્યું અને ક્લીનરૂમમાં ઔષધીય સ્પ્રેનો પણ ઉપયોગ કર્યો ન હતો. Aditya l1 એ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે જેણે ગઈકાલે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં ઈસરોના લોન્ચ પેડ પરથી ઉડાન ભરી હતી. તે હાલમાં સૌર પવનના અભ્યાસ માટે 127 દિવસની યાત્રા પર છે.