×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાન મોદીને મળ્યું ગ્રીસનું સર્વોચ્ચ સન્માન, રાષ્ટ્રપતિ કૈટરીનાએ આપ્યો 'ગ્રેન્ડ ક્રૉસ ઑફ ધ ઑર્ડર ઑફ ઑનર'


વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીકના રાષ્ટ્રપતિ સાકેલારોપૌલો સાથેની મુલાકાત દરમિયાન ચંદ્રયાન-3 મિશનની સફળતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા માત્ર ભારતની સફળતા નથી, પરંતુ તે સમગ્ર માનવજાતની સફળતા છે... ચંદ્રયાન-3 મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાના પરિણામો સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય અને માનવજાતને મદદ કરશે.

40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સપ્ટેમ્બર 1983માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.