×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'લોકસભા ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે', બિહારના CM નીતિશ કુમારનું મોટું નિવેદન


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. તેમણે કહ્યું કે એ જરૂરી નથી કે ચૂંટણી સમયસર થાય, કેન્દ્ર પહેલા પણ કરાવી શકે છે. અમે સાત-આઠ મહિનાથી કહી રહ્યા છીએ કે આ લોકો અગાઉ પણ ચૂંટણી કરી શકે છે. 

નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરી હતી

બિહાર સીએમ નીતિશ કુમારે આજે નાલંદામાં મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું. બીજી બાજુ જાતિની ગણતરીને લઈને કેન્દ્ર વતી સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવા પર મુખ્ય મંત્રી નીતિશ કુમારે કહ્યું કે અમે જાતિ આધારિત ગણતરીની વાત કરી હતી. વસ્તી ગણતરી કરવાનું કામ કેન્દ્રનું છે. જાતિ ગણતરીની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમે આની સમાન માંગ કરી રહ્યા હતા. જ્યારે કેન્દ્રે તે ન કર્યું, તો અમે બિહારમાં તેની શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત નીતિશ કુમારે કહ્યું કે જાતિની ગણતરીની સાથે તેમની આર્થિક સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. દરેક જ્ઞાતિના વિકાસ માટે કામ કરવામાં આવશે. અમે રાજ્યના વિકાસ માટે જાતિ ગણતરી કરાવી રહ્યા છીએ.

CMએ કહ્યું- 'અમારો ઉદ્દેશ્ય બધાને એક કરવાનો છે'

મુંબઈમાં 'INDIA' ગઠબંધનની બેઠક પર નીતિશ કુમારે કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું છે કે મને કોઈ પદ જોઈતું નથી. હું ગઈકાલે જ બોલ્યો છું કે મારી કોઈ અંગત ઈચ્છા નથી. અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેકે એક થવું જોઈએ. નીતીશ કુમારે સિલાવ બ્લોક હેઠળ નાલંદા ઓપન યુનિવર્સિટી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું જેને 116.65 કરોડના ખર્ચે દસ એકરમાં બનાવવામાં આવ્યું છે. નાલંદા ઓપન યુનિવર્સિટીના ઉદ્ઘાટન પર નીતિશ કુમારે કહ્યું કે ખૂબ જ સુંદર ઈમારત છે. પહેલા તે પટનામાં નાની જગ્યાએ ચાલતી હતી. જો કોઈ અહીં આવીને અભ્યાસ કરવા ઈચ્છે તો તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.