×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મારે કંઈ બનવું નથી પરંતુ…, INDIAના સંયોજક બનવાના પ્રશ્ન પર બોલ્યા બિહાર CM નીતિશ કુમાર


ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન INDIA સતત ચર્ચામાં છે. આ ચર્ચાનું મુખ્ય કારણ આ મહાગઠબંધનના સંયોજકનું પદ છે. મહાગઠબંધનની રચના થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ મહાગઠબંધનના સંયોજક બનાવવમાં આવી શકે છે, જો કે આ અટકળો વચ્ચે નીતિશ કુમારે પૂર્ણવિરામ મુક્તા કહ્યું હતું કે હું આ મહાગઠબંધનનો કન્વીનર બનવા માંગતો નથી.

મારે અંગત રીતે કંઈ જોઈતું નથી : નીતિશ કુમાર

સીએમ નીતિશ કુમારે કહ્યું કે અન્ય નેતાને કન્વીનર બનાવવામાં આવશે. આ સિવાય સીએમ નીતિશે વધુમાં કહ્યું કે મારે અંગત રીતે કંઈ જોઈતું નથી, મારું કામ માત્ર બધાને એક કરવાનું છે. આ ઉપરાંત બિહારના નાયબ મુખ્યમંત્રી જ્યારે INDIA ગઠબંધનના સંયોજક કોણ બનશે? એવું પૂછવામાં આવ્યું તો તેમણે સીધું કોઈનું નામ પણ ન લીધું અને કહ્યું કે મુંબઈની બેઠકમાં બધા લોકો સાથે બેસીને આ અંગે નિર્ણય લેશે.

મહાગઠબંધન INDIAની આગામી બેઠક મુંબઈમાં યોજાશે

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે મુંબઈમાં વિપક્ષી ગઠબંધન INDIAની આગામી બેઠક દરમિયાન કેટલાક વધુ રાજકીય પક્ષો તેમાં સામેલ થવાની સંભાવના છે. ભાજપ વિરોધી પક્ષોને એકસાથે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા નીતિશે 'INDIA'માં જોડાનાર સંભવિત પક્ષોના નામ જાહેર કર્યા ન હતા, પરંતુ એમ કહ્યું હતું કે બેઠક દરમિયાન બેઠકોની વહેંચણી જેવા ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

બેઠકોની વહેંચણી જેવા મુદ્દાઓ પર વાત થશે

પટનામાં પત્રકારો સાથે વાત કરતાં નીતિશ કુમારે કહ્યું હતું કે મુંબઈમાં આગામી બેઠક દરમિયાન અમે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને 'INDIA'ની રણનીતિ પર ચર્ચા કરીશું. બેઠકોની વહેંચણી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને અન્ય ઘણા એજન્ડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હું 2024ની લોકસભા ચૂંટણી પહેલા બને તેટલી પાર્ટીઓને એક કરવા માંગુ છું. હું આ દિશામાં કામ કરી રહ્યો છું.