×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાઈડેનનું શાનદાર ભાષણ ભારતીય મૂળના વિનય રેડ્ડીએ લખ્યું હતું

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. ૨૧જો બાઈડેને શપથ સમારોહમાં જે ભાષણ આપ્યું તેની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. ખાસ તો તેમને ડેમોક્રેસી અને એકતાનો જે મેસેજ આપ્યો તેની નોંધ લેવાઈ છે. એ ભાષણ એક ભારતીય મૂળના સ્પીચ રાઈટરે લખ્યું હતું.ટ્રમ્પની સરખામણીએ બાઈડેન વધુ સજ્જ બનીને શબ્દોની પસંદગી કરી રહ્યા છે એ ચૂંટણીપ્રચારમાં જ દેખાયું હતું. શપથ સમારોહ વખતે બાઈડેને આપેલું ભાષણ દુનિયાભરમાં પ્રશંસા પામી રહ્યું છે.એ ભાષણ ભારતીય મૂળના વિનય રેડ્ડીએ લખ્યું હતું. વિનય રેડ્ડી બાઈડેનની ટીમમાં સક્રિય છે અને બાઈડેનના સ્પીચ રાઈટર તરીકે કાર્યરત છે. એ ભાષણમાં જે મેસેજ અપાયો છે તેમાં શબ્દોની પસંદગી ખૂબ જ સાવધાનીપૂર્વક થઈ છે. તેનો યશ વિનય રેડ્ડીને મળે છે.મૂળ તેલંગણાના વિનય રેડ્ડી ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન પણ બાઈડેનની ટીમમાં હતા. બાઈડેન એ વખતે અમરિકાના વાઈસ પ્રેસિડેન્ટ હતા. વિનય રેડ્ડી એવા પહેલા ભારતીય છે, જે અમેરિકાના પ્રમુખના ભાષણ લેખક તરીકે નિયુક્ત થયા છે.