×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેપાળની આફત બિહાર સુધી પહોંચી : બેતિયામાં પુરને પગલે 15થી વધુ ગામોમાં પાણી ઘૂસ્યા

બેતિયા, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર

બિહારના બેતિયામાં પૂરને કારણે તબાહી મચી ગઈ છે. અહીં 15 ગામોના આઠસો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આ સાથે ડઝનબંધ એપ્રોચ રોડ તૂટી ગયા છે. જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, પુલ પરથી રોડ ક્રોસ કરી રહેલા સાયકલ સવાર એક મજૂરનું નીચે પટકાતાં મોત થયું છે.

પર્વતીય નદીઓના જળસ્તરમાં વધારો

મળતી માહિતી મુજબ નેપાળના તેરાઈ વિસ્તારોમાં અને જિલ્લામાં સતત વરસાદને કારણે પહાડી નદીઓના જળ સ્તર વધવા લાગ્યા છે. જેના કારણે શનિવારે રાત્રે નરકટિયાગંજ સબડિવિઝનના ગૌનાહા, લૌરિયા, નરકટિયાગંજ, સિક્તા, માનતંદ વગેરે બ્લોકના લગભગ આઠસો ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ પછી લોકો સુરક્ષિત જગ્યાઓ શોધવા લાગ્યા છે. જો કે, રવિવાર સાંજથી આ વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગ્યા છે.

તારા બસવરીયા ગામમાં ગાઈડ ડેમ તૂટ્યો

ગૌનાહા બ્લોકમાં છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં સતત વરસાદને કારણે પહાડી નદીઓમાં ઉછાળો આવ્યો છે. નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂરના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા છે. જેના કારણે 550 થી વધુ મકાનો પ્રભાવિત થયા છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તારા બસવારીયા ગામને કથણ નદીના ધોવાણથી બચાવવા માટે બનાવેલ ગાઈડ ડેમ  તુટી ગયો છે. જેના કારણે 150 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા.

આ સાથે જ દોઆન કેનાલનો 80 ફૂટ ઉત્તર કાંઠો પણ ધોવાઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઈડ ડેમ તૂટવાને કારણે તારા બસવરીયા ગામથી દોઆન કેનાલ રોડનો માર્ગ સંપર્ક તૂટી ગયો છે. દોઆન કેનાલના કાર્યપાલક ઈજનેર મહેન્દ્ર ચૌધરી, મદદનીશ ઈજનેર અભિનવ આનંદ, જુનિયર ઈજનેર મોહમ્મદ તાબીર અને મોતાસીલ આલમ દોઆન કેનાલના તૂટેલા ભાગના સમારકામમાં રોકાયેલા છે.

પૂરથી ખોરાક, શાકભાજી અને પુસ્તકોનો નાશ 

તારા બસવરિયા અપગ્રેડેડ મિડલ સ્કૂલના મુખ્ય શિક્ષક ચંદ્ર મોહન પ્રસાદ અને મદદનીશ શિક્ષક સીતારામ ડિસવાએ જણાવ્યું કે, ગાઈડ ડેમ તૂટવાને કારણે લગભગ સાડા ત્રણ ફૂટ પાણી શાળામાં ઘૂસી ગયું છે. જેના કારણે દાળ, શાકભાજી, મસાલા ચોપડા સહિત ચોખાની થેલીઓ નાશ પામી છે. લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે.

સાયકલ સવાર મજૂરનું મોત

અહીં નરકટિયાગંજ બ્લોકના શિકારપુર પંચાયતના ઇનરવા ગામ તરફ જતા રસ્તા પર ખાહડ નદીનું પાણી પુલ પરથી વહી રહ્યું હતું. રવિવારે બપોરે પુલ પરથી રોડ ક્રોસ કરતી વખતે  મજુરી કામે જઈ રહેલ સેરાજુલ મિયાં નામના સાઇકલ સવારનું પડી જવાથી મોત થયું હતું.