×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી લીકર કૌભાંડ મામલે CBIની મોટી કાર્યવાહી, EDના સહાયક નિર્દેશક, એર ઈન્ડિયાના કર્મી સહિત ઘણા લોકો વિરુદ્ધ FIR

નવી દિલ્હી, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર

સીબીઆઈએ આજે દિલ્હી લિકર કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ ઈડીના સહાયક નિર્દેશક પવન ખત્રી, એર ઈન્ડિયાના કર્મચારી દીપક સાંગવાન, ક્લેરિજેસ હોટલ એન્ડ રિસોર્ટ્સના સીઈઓ વિક્રમાદિત્ય અને અન્ય આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ગુનાહિત ષડયંત્ર, જાહેર સેવકને લાંચ આપવી, ભ્રષ્ટાચાર તરીકે તેમજ વ્યક્તિગત પ્રભાવનો ઉપયોગ કરીને અયોગ્ય લાભ મેળવવા માટે જાહેર કર્મચારીને પ્રભાવિત કરવા સંબંધિત ગુનાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ઈડીના સહાયક નિર્દેશક દ્વારા રૂ.5 કરોડની લાંચનો મામલો

સીબીઆઈએ વાઈન બિઝનેસમેન અમનદીપ ઢલ્લ દ્વારા 5 કરોડ રૂપિયાની કથિત ચૂકવી મામલે ઈડીના સહાયક નિર્દેશક પવન ખત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અગાઉ શુક્રવારે આ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાઉત એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે મનીષ સિસોદિયાને નવું બેંક એકાઉન્ટ ખોલી સેલરી કાઢવાની મંજૂરી આપી દીધી હતી.

કોર્ટે સિસોદિયાને એકાઉન્ટમાંથી રકમ કાઢવાની મંજૂરી આપી

સીબીઆઈ અને ઈડી દ્વારા લિકર કૌભાંડમાં મનીષ સિસોદિયાને આરોપી બનાવ્યા છે. તપાસ એજન્સીઓએ સિસોદિયાના તમામ એકાઉન્ટ સીઝ કરી દીધા છે. આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે. સિસોદિયાએ તાજેતરમાં જ સારવાર અને અન્ય ખર્ચ માટે બેંક ખાતામાંથી કેટલીક રકમ નિકાળવાની મંજૂરી માગી હતી.