×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રેક્ટર પરેડ હિંસક બન્યા બાદ પંજાબ અને હરિયાણામાં હાઇએલર્ટ, ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2021, મંગળવાર

દિલ્હીમાં આજે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા થઇ છે. આ દરમિયાન કેટલાક ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે. ખેડૂતોના એક જૂથે લાલ કિલ્લા પર જઇને પોતાનો ઝંડો લગાવી દીધો. રાષ્ટ્રીય રાજધાનીમાં થયેલી હિંસાની ઘટનાને ધ્યાને લઇને પંજાબ અને હરિયાણા સરકારો હાઇ એલર્ટ જાહેર કર્યુ છે. 

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે એલર્ટના આદેશ આપ્યા છે. તેમણે રાજ્યના પોલીસ વડાને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આદેશ આપ્યા છે. સાથે જ તેમણે ખેડૂત આંદલનકારીઓને દિલ્હી બોર્ડર પર પરત આવવા માટે અપીલ કરી છે.

તો આ તરફ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ એક બેઠક બોલાવી હતી. ત્યારબાદ હરિયાણા પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યું કે દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ દરમિયાન થેયલી હિંસા બાદ તમામ જિલ્લાના એસપીઓને હાઇ એલર્ટના આદેશ આપવામાં આવ્યા છે. હરિયાણાના સોનીપત, પલવલ અને ઝજ્જર જિલ્લામાં ઇન્ટરનેટ અને એસએમએસ સેવાને બંધ કરવામાં આવ્યું છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે હિંસાની ઘટનાને વખોડી છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું કે દિલ્હીમાં ચોંકાવનારી ઘટનાઓ બની છે. કેટલાક તત્વો દ્વારા હિંસા અસ્વીકાર્ય છે. આવી હિંસાથી ખેડૂત આંદલનને નુકસાન થશે.