×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, જસપ્રીત બુમરાહ અચાનક ભારત પરત ફર્યો, કાલની મેચમાં નહીં રમે

ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ છોડીને અધવચ્ચેથી અચાનક ભારત પરત ફર્યો છે. બુમરાહ હાલમાં જ આયરલેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી. લગભગ 1 વર્ષ બાદ ભારતીય ફેન્સે પોતાના સૌથી શ્રેષ્ઠ બોલરને એક્શનમાં જોયો, જ્યારબાદ આશા કરાવા લાગી કે જસપ્રીત બુમરાહ એશિયા કપ 2023 અને વર્લ્ડ કપ 2023માં પૂર્ણ રીતે સામેલ થતા નજરે પઢશે. પરંતું એવું ન બની શક્યું. કારણ કે, ભારતને કાલે એટલે કે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેચ રમવાની છે. પરંતુ આ પહેલા જ જસપ્રીત બુમરાહ મુંબઈ પરત ફર્યા છે.

નેપાળ સામે મેચથી બહાર થયા જસપ્રીત બુમરાહ

પાકિસ્તાન ( India Vs Pakistan ) સામે 2 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાએ પોતાના એશિયા કપ 2023ના અભિયાનની શરૂઆત કરી, ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ વરસાદને લઈને મેચ પાકિસ્તાનની બેટિંગ વગર જ રદ્દ કરી દેવાઈ હતી. જોકે, જસપ્રતી બુમરાહને એક્શનમાં જોવા માટે ફેન્સને નેપાળ સામે મેચની રાહ હતી.

પરંતુ હવે ફેન્સને હજુ રાહ જોવી પડી શકે છે. કારણ કે માહિતી અનુસાર, જસપ્રીત બુમહાર (Jasprit Bumrah) અંગત કારણોને લઈને શ્રીલંકાથી પરત મુંબઈ આવી ચૂક્યા છે. જોકે, આ કારણ શું છે જેને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ દિવસે બુમહારની થઈ શકે છે વાપસી

જસપ્રીત બુમરાહ માત્ર નેપાળ સામે મેચની બહાર થઈ ચૂક્યા છે. ખાનગી કારણોને લઈને તેમને બોર્ટે ભારત પરત ફરવાની મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા પર તેમની મુંબઈ પરત ફરતા ફ્લાઈટનો ફોટો સામે આવી ચૂક્યો છે. આ વચ્ચે સારા સમાચાર છે કે, જસપ્રીત બુમરાહ સુપર-4ના મુકાબલા માટે પરત ટીમ ઈન્ડિયાની સાથે જોડાઈ તેવી શક્યતા છે.

ભારતને બુમરાહની ખામી વર્તાશે

આયરલેન્ડ પ્રવાસ દરમિયાન બુમરાહે શાનદાર પરફોર્મ કર્યું હતું. તેમણે પહેલી જ ઓવરના બીજા બોલ પર વિકેટ લીધી હતી. જેનાથી તેમની ફિટનેસ અને ફોર્મનો અંદાજ આવી શકે છે. તેવામાં હવે નેપાળ સામે ટીમ ઈન્ડિયાને તેની ખામી વર્તાઈ શકે છે. જોકે, મોહમ્મદ શમી આ મેચમાં જસપ્રીત બુમરાહને રિપ્લેસ કરવા માટે સમગ્ર રીતે તૈયાર છે.