×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીન પર વાયુસેના પ્રમુખનું મોટું નિવેદન, કહ્યું- ભારત ચુપ નહી બેસે, તે આક્રમક થશે તો જડબાતોજ જવાબ મળશે

નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી 2021, શનિવાર

ચીન સાથે પૂર્વિય લદ્દાખ સરહદે ચાલી રહેવા તણાવ વચ્ચે ભારતીય વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ મોટું નિવેદન આપ્યું છે. વાયુસેના પ્રમુખે શનિવારે જોધપુર ખાતેના એક કાર્યક્રમમાં કહ્યું કે, સરહદે ચીન જો આક્રમક થશે તો ભારત ચુપ નહી બેસે, ભારત પણ આક્રમક થશે. LAC પર કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી થઈ તો અમે ચુપ નહી બેસીએ. ભારતીય વાયુસેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે.

તેમણે કહ્યું, વાયુસેના માટે 114 મલ્ટીરોલ ફાઈટર એરક્રાફ્ટની ખરીદી માટે રાફેલની દાવેદારી ગંભીર છે. અમે DRDO સાથે મળીને AMCA એરક્રાફ્ટ પ્રોજેક્ટ હેઠળ પાંચમી જનરેશનના ફાઈટર પ્લેન બનાવવાનો પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. અમારો પ્રયાસ રહેશે કે તેમાં છઠ્ઠી પેઢીના ફાઈટર પ્લેનની ખુબીઓને પણ જોડવામાં આવે પરંતુ પહેલા અમે પાંચમી જનરેશનના ફાઈટર એરક્રાફ્ટ બનાવવાનો પ્રયાસ કરીશું.

ભારતીય વાયુસેના પ્રમુખ એક ચીફ માર્શન આરકેએસ ભદૌરીયાએ કહ્યું કે, અત્યાર સુધી 8 રાફેલ ભારતને મળી ચુક્યા છે અને આ મહિનાના અંત સુધીમાં વધુ 3 રાફેલ વિમાન ભારતને મળી જશે.

ઉલ્લેખનિય છે કે, ભારતીય વાયુસેનાએ બુધવારે રાજસ્થાનના જોધપુરમાં પાંચ દિવસીય ડેઝર્ટ નાઈટ-21 મેગા યુદ્ધઅભ્યારની શરૂઆત કરી. આ યુદ્ધઅભ્યાસમાં ભારતીય વાયુસેના સાથે ફ્રાંસની વાયુસેના ભાગ લઈ રહી છે. ફ્રાંસ તરફથી ફાઈટર જેટ વિમાન યુદ્ધઅભ્યાસમાં ભાગ લેવા ભારત આવ્યા છે. બંન્ને દેશો વચ્ચે યુદ્ધાભ્યાસ તે સમયે થઈ રહ્યો છે, જ્યારે પૂર્વિય લદ્દાખમાં LAC પર બંન્ને દેશોની સેનાઓ વચ્ચે ગત વર્ષથી તણાવ ચાલી રહ્યો છે.