×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનની અવળચંડાઈ, નવા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને ગણાવ્યો પોતાનો પ્રદેશ


ચીન તેની અવળચંડાઈ હરકતો હજુ પણ મૂકી રહ્યું નથી. ચીનની સરકારે ગઈકાલે સત્તાવાર રીતે નવો નકશો જાહેર કર્યો છે, જેમાં તેણે ભારતના અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાનો પ્રદેશ જાહેર કર્યો છે. આ પહેલીવાર નથી કે ચીને આવી વિસ્તરણવાદી નીતિ અપનાવી હોય. અગાઉ આ વર્ષના એપ્રિલ મહિનામાં તેમણે અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી હતી.

ચીને કર્યો ભારતના ક્ષેત્ર પર દાવો 

એક અહેવાલ અનુસાર, નવા નકશામાં ભારતના ભાગો સિવાય ચીને તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરને પણ ચીનના ક્ષેત્રમાં સામેલ કર્યો છે. નકશામાં ચીને 9 ડેશ લાઇન પર પોતાનો દાવો રજૂ કર્યો છે. આ રીતે તેણે દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર દાવો કર્યો છે. જો કે, વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા અને બ્રુનેઇ દક્ષિણ ચીન સમુદ્રના વિસ્તારો પર દાવો કરવાનું ચાલુ રાખે છે.

પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે જાહેર કર્યો નકશો 

ચાઇના ડેઇલીના અહેવાલ મુજબ, ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા ગઈકાલે ઝેજિયાંગ પ્રાંતની ડેકિંગ કાઉન્ટીમાં નકશો જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીન નેશનલ મેપિંગ અવેરનેસ વીકની ઉજવણી કરે છે. દરમિયાન, ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલયના મુખ્ય આયોજક વુ વેનઝોંગે જણાવ્યું હતું કે, સર્વેક્ષણ, નકશો અને ભૌગોલિક માહિતી રાષ્ટ્રના વિકાસને પ્રોત્સાહન આપવા, જીવનના તમામ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, નકશા આપણા કુદરતી સંસાધનોના સંચાલનને સમર્થન અને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા પર્યાવરણ અને સભ્યતાના નિર્માણમાં મદદરૂપ સાબિત થાય છે.