×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંકને ફટકારાયો દંડ, મંજૂરી વગર બેનર લગાવતા થઈ કાર્યવાહી

બેંગલુરુ, તા.31 ઓગસ્ટ-2023, ગુરુવાર

કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ (RDPR) મંત્રી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ દંડ ફટકારાયો છે... પ્રિયાંકે પાલિકાની પરવાનગી મેળવ્યા વગર જાહેર સ્થળોએ બેનરો લગાવ્યા હતા, જેના કારણે કલબુર્ગી શહેર પાલિકાએ રાજ્યમંત્રીને દંડ ફટકાર્યો છે. દરમિયાન ખડગેએ પાલિકાની કાર્યવાહીની પ્રશંસા કરી છે અને તેમના ખાનગી કર્મચારીઓને દંડ ભરવાનું કહ્યું છે.

ભીમલ્લીમાં ગૃહ લક્ષ્મી યોજનાના બેનરો લગાવાયા

બેનરમાં પ્રિયાંક ખડગે, તેમના પિતા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કાલાબુરાગી દક્ષિણ ધારાસભ્ય અલ્લમપ્રભુ પાટિલ અને કાલાબુરાગી ઉત્તર ધારાસભ્ય કનીજ ફાતિમા ઉપરાંત કોંગ્રેસના અન્ય રાષ્ટ્રીય અને નેતાઓની તસવીરો હતી. દરમિયાન કોંગ્રેસ દ્વારા ભીમલ્લીમાં ગૃહ લક્ષ્મી યોજના શરૂ થવાની છે, તેથી આ બેનરો લગાવ્યા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા મૈસૂરથી યોજના શરૂ કરાયા બાદ કલબુર્ગી જિલ્લાના પ્રભારી તરીકે પ્રિયાંક ખડગેએ ભીમલ્લીમાં ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી.

યોજના હેઠળ મહિલાઓને મહિને મળશે રૂ.2000

ચૂંટણી વચનોને પૂર્ણ કરતા કર્ણાટક સરકારે મૈસૂરમાં ગૃહ લક્ષ્મી યોજના - મહિલાઓ માટે એક સામાજિક કલ્યાણ યોજના શરૂ કરી... આ યોજના હેઠળ સરકાર દ્વારા પરિવારની મુખ્ય મહિલાને મહિને રૂ.2000 મળશે... સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકારે ગૃહ લક્ષ્મી કાર્યક્રમ માટે 17,500 કરોડ રૂપિયાનું ફંડ નિર્ધારીત કર્યું છે.

કોંગ્રેસ દ્વારા 3 વચન પૂરા, 1ની તૈયારી, 1 બાકી

કર્ણાટક સરકારે ચૂંટણી અગાઉ કરેલા 5 વચનોમાંથી 3 યોજના - ‘શક્તિ’, ‘ગૃહ જ્યોતિ’ અને ‘અન્ન ભાગ્ય’ યોજનાને લાગુ કરી દીધી છે અને ‘ગૃહ લક્ષ્મી’ યોજના ચોથું વચન છે... જ્યારે પાંચમું ‘યુવા નિધિ’ યોજના છે, જેમાં રાજ્યના યુવાઓને બેરોજગારી ભથ્થું આપવાની વાત છે....