×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'એક દેશ, એક ચૂંટણી' માટે પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની ટીમ જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન

કેન્દ્રની મોદી સરકારે  એક દેશ, એક ચૂંટણી (One Nation One Election)ની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું છે. કાયદા મંત્રાલયે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં સમિતિની રચના કરી દેવામાં આવી છે. તેની સાથે જ સમિતિના સભ્યોના નામની યાદી પણ જાહેર થઇ ચૂકી છે. આ સમિતિમાં કુલ 8 સભ્યોને સ્થાન અપાયું છે. 

શું કહ્યું પ્રહ્લાદ જોશીએ? 

સમિતિમાં અમિતશાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એન.કે.સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી સહિત અન્ય સભ્યોને સ્થાન મળ્યું છે. એક દેશ એક ચૂંટણી અંગે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે હાલ એક સમિતિ બની છે. સમિતિના રિપોર્ટ બાદ ચર્ચા કરાશે. સંસદ પરિપક્વ છે, ત્યાં ચર્ચા થશે. ગભરાવાની જરૂર નથી. ભારતને લોકતંત્રની જનની કહેવાય છે, અહીં વિકાસ થયો છે. હું સંસદના વિશેષ સત્રના એજન્ડા પર ચર્ચા કરીશ. 

કોને કોને મળ્યું સ્થાન

સભ્યનું નામ 
હોદ્દો 
રામનાથ કોવિંદ  (પૂર્વ રાષ્ટ્રપતિ) 
ચેરમેન 
અધીર રંજન ચૌધરી (લોકસભામાં વિપક્ષના નેતા) 
સભ્ય  
અમિત શાહ (ગૃહમંત્રી)
સભ્ય  
ગુલામ નબી આઝાદ (પૂર્વ વિપક્ષી નેતા, રાજ્યસભા) 
સભ્ય  
એન.કે.સિંહ (15મા નાણાપંચના પૂર્વ ચેરમેન)
સભ્ય  
સુભાષ કશ્યપ (પૂર્વ મહાસચિવ, લોકસભા)
સભ્ય  
હરીશ સાલ્વે (સિનિયર એડવોકેટ)
સભ્ય  
સંજય કોઠારી (પૂર્વ સીવીસી) 
સભ્ય