×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્ડિગોની 2 ફ્લાઈટનાં એન્જિનમાં હવામાં જ સર્જાઈ ખામી, મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં, ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી, તા.29 ઓગસ્ટ-2023, મંગળવાર

ઈન્ડિગોની 2 ફ્લાઈટના એન્જિનમાં આજે અચાનક ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે મુસાફરોએ ફરી મુશ્કેલી વેઠવી પડી છે. મળતા અહેવાલો મુજબ ઉડ્ડયન દરમિયાન એક જ દિવસમાં ઈન્ડિગો એરલાઈન્સના 2 વિમાનોના એન્જિનમાં અચાનક ખામી સર્જાઈ છે... હાલ બંને ફ્લાઈટોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે... ફ્લાઈટમાં ખામી સર્જાવાના કારણે તમામ મુસાફરોના જીત તાળવે ચોટ્યાં હતા, જોકે બંને ફ્લાઈટના પાયલોટોએ સુરક્ષિત લેન્ડિંગ કરતા મુસાફરોને હાશકારો થયો છે.

કોલકાતા-બેંગલુરુ અને મદુરૈ-મુંબઈ ફ્લાઈટના એન્જિનમાં ખામી

મળતા અહેવાલો મુજબ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ કોલકાતાથી બેંગલુર જઈ રહી હતી. આ દરમિયાન આકાશમાં જ ઉડ્ડયન ટાણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ઘટનાના થોડા કલાકો બાદ જ ઈન્ડિગોની વધુ એક ફ્લાઈટમાં સમસ્યા સામે આવી હતી. મદુરૈ-મુંબઈ ફ્લાઈટના એન્જિનમાં પણ ખામી સર્જાતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. 

ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું

ફ્લાઈટના એક એન્જિનમાં ખામી સર્જાયા પાયલોટ દ્વારા તેને બંધ કરી દેવાયું હતું... પાયલોટે એન્જિનમાં ટેકનિકલ ખરાબી સર્જાઈ હોવા છતાં ફ્લાઈટને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું છે. આ ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાઈ છે. DGCA દ્વારા અપાયેલી માહિતી મુજબ પાયલોટે પહેલા ખામી સર્જાયેલ ફ્લાઈટના 2 નંબરના એન્જિનને બંધ કર્યા ત્યારબાદ ફ્લાઈટને સુરક્ષિત લેન્ડીંગ કર્યું... અધિકારીઓએ જણાવ્યું કે, ઈન્ડિગોની આ બંને ફલાઈટમાં પ્રૈટ અને વ્હિટની એન્જિન લગાવેલા હતા.

બંને ફ્લાઈટ અંગે ઈન્ડિગો એરલાઈન્સે આપી સ્પષ્ટતા

મદુરૈ-મુંબઈ ફ્લાઈટનું એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાવા અંગે ઈન્ડિગો એરલાઈન્સે નિવેદન જારી કર્યું છે. એરલાઈન્સે જણાવ્યું કે, મુંબઈમાં લેન્ડિંગ પહેલા વિમાનમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી... પાયલોટ દ્વારા મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરન્જન્સી લેન્ડિંગ કવામાં આવ્યું... હાલ ખામી સર્જાયેલા વિમાનને મુંબઈ એરપોર્ટર પર જ ગ્રાઉન્ડેડ કરી દેવાઈ છે... ફ્લાઈટમાંથી ખામી દુર થયા બાદ તેને ફરી સર્વિસ પર લવાશે... હાલ એન્જિનિયરો દ્વારા વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. ઈન્ડિગો એરલાઈન્સે અસુવિધા બદલ માફી માંગી છે.