×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આદોલનમાં મૃત્યુ પામેલા ખેડુતનાં પરિવારજનોને મળશે નોકરી અને 5 લાખ રૂપિયા: CM અમરિંદર સિંહ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2021 શુક્રવાર

ત્રણ કૃષિ કાયદાનાં પાછા ખેંચવાની માંગ સાથે કેન્દ્ર સરકારનાં વિરોધમાં દિલ્હી બોર્ડર પર આંદોલન અને ધરણા-પ્રદર્શનો  કરી રહેલા ખેડુતોમાંથી અત્યાર સુધી 76 ખેડુતોનું મોત થઇ ચુક્યું છે.

પંજાબનાં આ મૃતક ખેડુતોનાં પરિવારનાં એક-એક સભ્યને રાજ્યની અમરિન્દર સિંહની સરકારે સરકારી નોકરી આપવાની ઘોષણા કરી છે, તથા પાંચ-પાંચ લાખનું વળતર પણ રાજ્ય સરકાર આપશે.  

અત્રે ઉલ્લેખનિય છે કે કૃષિ કાનુનો વિરૂધ્ધ આંદોલન કરી રહેલા ખેડુતો અને સરકાર વચ્ચેની વાતચીત નિષ્ફળ રહી છે, સુપ્રિમ કોર્ટે બુધવારે ચિંતા વ્યક્ત કરી હતી, જો કે સરકાર દ્વારા સોલિસિટર જનરલ તુષાર મેહતા અને એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે અમને આશા છે કે નજીકનાં ભવિષ્યમાં આ તંગદિલી સમાપ્ત થશે.