×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે મુંબઇમાં કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં ખેડૂતો આઝાદ મેદાન પહોંચ્યા

- શરદ પવાર અને આદિત્ય ઠાકરે પણ પ્રદર્શનમાં ભાગ લેશે

મુંબઇ, તા. 25 જાન્યુઆરી 2021, સોમવાર

કેન્દ્રવ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સીમા પર ખેડૂતો બે મહિના જેટલા સમયથી આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે ખેડૂતો આવતી કાલે એટલે કે પ્રજાસત્તાક પર્વના દિવસે રાજધાનીમાં ટ્રેક્ટર પરેડ યોજવાના છે. ત્યારે દિલ્હીમાં પ્રદર્શન ખરી રહેલા ખેડૂતોના સમર્થનમાં મહારાષ્ટ્રના ખેડૂતો પમ આજે પ્રદરેશન કરશે. અખિલ ભારતીય કિસાન સભા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રમના વિવિધ વિસ્તરોમાંથી આ પ્રદર્શનમાં જોડાવા માટે 50હજાર જેટલા ખેડૂતો પહોંચી ગયા છે. આ રેલીની ખાસ વાત તો એ છે કે તેમાં એનસીપી સુપ્રિમો શરદ પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ તેમજ શિવસેના નેતા આદિત્ય ઠાકરે પણ ખેડૂતોના આ પ્રદર્શનમાં ભાગ લેશએ અને તેમને સંબોધિત કરશે. 

ખેડૂતોની રેલીને સંબોધિત કર્યા બાદ એક પ્રતિનિધિમંડળ મરાષ્ટ્રના મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારીને મળશે અને તેમને આવેદન આપશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતોની આ રેલી રાજભવન સુધી યોજાશે. 

આ બધઘા વચ્ચે ભાજપ દ્વારા એનસીપી પ્રમુખ શરદ પવાર નિશાન લગાવવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે શરદ પવાર કોન્ટ્રૈક્ટ ફાર્મિંગના વિરોધમાં ભાષણ દેવા જઇ રહ્યા છે, પરંતુ બારામતીમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે ‘બારામતી એગ્રો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ બાય રોહિત પવાર’