×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમારી 2 બેઠકોને કારણે સીધા LPGના 200 રૂપિયા ઘટી ગયા, મમતા બેનર્જીના કેન્દ્ર પર પ્રહાર

કોલકાતા, તા.29 ઓગસ્ટ-2023, મંગળવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરી LPGના ભાવ ઘટવાનો શ્રેય INDIA ગઠબંધનને આપ્યો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે તહેવારો ટાણે રસોઈ ગેસની કિંમતમાં ઘટાડો કર્યો છે. નરેન્દ્ર મોદી સરકારે મોંઘવારીથી પરેશાન જનતાને રાહત આપતા ઉજ્જવલા યોજના હેઠળના ઘરેલું એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જે અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ કટાક્ષ કરતા કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનની બીજી બેઠક યોજાતા જ સિલિન્ડરના ભાવો ઘટાડી દેવાયા...

મમતાએ કહ્યું, ‘આ છે INDIAનો દમ...’

મમતા બેનર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘અત્યાર સુધી... છેલ્લા 2 મહિનામાં INDIA ગઠબંધ દ્વારા માત્ર 2 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ અમે જોઈ રહ્યા છીએ કે, એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે...’ મમતાએ વધુમાં લખ્યું કે, ‘આ છે INDIAનો દમ...’

લાલુ યાદવે પણ પીએમ મોદી પર સાધ્યું નિશાન

ઉલ્લેખનિય છે કે, 31મી ઓગસ્ટનારોજ મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ સામેલ થવાના છે... આ ગઠબંધનની પ્રથમ અને બીજી પેટલ પટણા અને બેંગલુરુમાં યોજાઈ હતી... મુંબઈમાં યોજાનારી બેઠક પહેલા રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું... તેમણે કહ્યું કે, ‘મુંબઈમાં નરેન્દ્ર મોદીની ગરદન પર ચઢવા જઈ રહ્યા છીએ, અમે લોકો આજના દિવસે... નરેન્દ્ર મોદીનું ગળુ પકડી રાખ્યું છે, હટાવવાનું છે...’ લાલુએ ઈન્ડિયા ગઠબંધનની બેઠક માટે મુંબઈ રવાના થતા પહેલા પટણા એરપોર્ટ પર આ નિવેદન આપ્યું...

‘2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો સફાયો થઈ જશે’

લાલુ યાદવે કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ગઠબંધનનું ઈન્ડિયા નામ રાખ્યા બાદ ભાજપનું જીવવનું મુશ્કેલ થઈ ગયું છે. અમે લોકો દેશભરમાં ભાજપ વિરુદ્ધ મજબુતીથી લડીશું... 2024ની લોકસભા ચૂંટણીમાં એક-એક બેઠક પર સીધો મુકાબલો થશે... એક તરફ ભાજપ હશે તો બીજીતરફ INDIA ગઠબંધનના ઉમેદવારો હશે... INDIA નામની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. હવે 2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો સફાયો થઈ જશે.

31 ઓગસ્ટે યોજાશે INDIA ગઠબંધનની ત્રીજી બેઠક

ઉલ્લેખનિય છે કે, અગાઉ ઈન્ડિયા ગઠબંધનની 2 બેઠકો યોજાઈ ગઈ છે... લાકસભા ચૂંટણી-2024માં ભાજપને પડકાર ફેંકવા 31 ઓગસ્ટે ઈન્ડિયા ગઠબંધનની 2 દિવસીય ત્રીજી બેઠક મુંબઈમાં યોજાવાની છે.