×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Zoom, Yahoo બાદ હવે આ કંપનીએ પણ કરી છટણી, 8 ટકા કર્મચારીને કરશે છૂટા



છટણીનો તબક્કો વૈશ્વિક સ્તરે શરુ છે. ઘણી મોટી મોટી ટેક કંપનીઓએ તેમના કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. ગઈકાલે Yahooના 20 ટકાથી વધુ કર્મચારીઓને હટાવવાની વાત સામે આવી હતી. આ યાદીમાં અન્ય એક કંપની જોડાઈ છે. કંપનીએ ભારત સહિત વૈશ્વિક સ્તરે તેના કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

GoDaddyમાંથી પણ કર્મચારી કરશે છૂટા
ડોમેન રજિસ્ટ્રાર અને વેબ હોસ્ટિંગ કંપની GoDaddyએ પણ તેના 8 ટકા કર્મચારીઓને છૂટા કરવાની વાત કરી છે. મળતા અહેવાલ અનુસાર, વૈશ્વિક સ્તરે નબળી આર્થિક સ્થિતિ અને આગામી પડકારોને કારણે કંપનીએ લગભગ 500 કર્મચારીઓને છૂટા કરી દીધા છે. આ માહિતી કંપનીના સીઈઓ અમન ભુટાનીએ આપી છે.

સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી
અમન બુટાનીએ જણાવ્યું કે, 530 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. તેની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી છે. કંપનીએ તમામ વિભાગો પર કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. સમગ્ર વિશ્વમાં કંપનીના કુલ 6,600 કર્મચારીઓ છે. 

CEOએ જણાવ્યું હતું કે, નોકરીમાંથી કાઢી નાખવામાં આવેલા કર્મચારીઓને સ્થાનિક ધોરણો અનુસાર જેને નોકરી ગુમાવી છે તેને રાહત પેકેજ આપવામાં આવી રહ્યા છે. યુએસમાં પૂર્વ કર્મચારીઓને લાભો સાથે 12 અઠવાડિયાની પેકેજ રજા આપવામાં આવશે.  ઓછામાં ઓછા ચાર અઠવાડિયા માટે હેલ્થકેર બેનિફિટ્સ, આઉટપ્લેસમેન્ટ અને ઇમિગ્રેશન સપોર્ટ આપવામાં આવશે.

આ વર્ષે લગભગ એક લાખ કર્મચારીઓ નોકરી ગુમાવી 
નવા વર્ષમાં, બે મહિનાથી ઓછા સમયમાં, ટેક કંપનીઓએ 1 લાખથી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. થોડા દિવસો પહેલા જ ઝૂમ, ડેલ અને યાહૂ જેવા કર્મચારીઓએ છટણીની જાહેરાત કરી છે. બીજી તરફ, ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ તેમના કર્મચારીઓને વૈશ્વિક મંદીનું કારણ આપીને કાઢી મૂક્યા છે.