×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Women's Day : આ વર્ષે UNની થીમ છે 'જાતિ સમાનતા માટે શોધ અને ટેકનૉલૉજી'

Image  : google doodle

અમદાવાદ, 08 માર્ચ 2023, બુધવાર

દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે જ્યાં એક તરફ ભારત હોળીના રંગોમાં રંગાયેલું છે તો બીજી તરફ ભારત સહિત સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ મહિલાઓની સિદ્ધિઓ અને અધિકારોની પ્રગતિની ઉજવણી કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરુઆત 20મી સદીમાં અમેરિકન સમાજવાદી અને મજૂર ચળવળો સાથે થઈ હતી.

ત્રણ રંગો આ દિવસનું પ્રતિનિધિત્વ કરે છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ રંગો સફેદ, લીલો અને જાંબલી છે. મહિલા દિવસ અભિયાન મુજબ, સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, લીલો રંગ આશાનું પ્રતિનિધિત્વ કરે છે અને જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.

આ વર્ષની થીમ શું છે?

આ વર્ષની UNની થીમ ડિજીટ ઓલ છે. લિંગ સમાનતા માટે નવીનતા અને ટેકનોલોજી છે. UNના રિપોર્ટ અનુસાર પુરૂષો કરતાં 259 મિલિયન ઓછી સ્ત્રીઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. વિજ્ઞાન, ગણિત, ટેક્નૉલૉજી અને એન્જિનિયરિંગ કારકિર્દીમાં મહિલાઓનું મોટા પ્રમાણમાં ઓછું પ્રતિનિધિત્વ છે. આ થીમ મહિલાઓની જરૂરિયાતોને પૂરી કરતી વખતે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે પસંદ કરવામાં આવી છે. અગાઉ UNની થીમમાં આબોહવા પરિવર્તન, ગ્રામીણ મહિલાઓ અને HIV/AIDSનો સમાવેશ થતો હતો.