×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: PM મોદીએ આજે નાગપુરમાં અનેક વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

મુંબઈ, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઉપસ્થિત છે. આ પહેલા તેમણે નાગપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. નાગપુરમાં પીએમ મોદીનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે નાસિક અને શિરડીને જોડતા હિન્દુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ સહિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ઢોલ પણ વગાડ્યો હતો.

મહારાષ્ટ્રમાં ઝડપી વિકાસ કાર્યો એ ડબલ એન્જિન સરકારની ઝડપી કામગીરીનો પુરાવો : PM મોદી

મહારાષ્ટ્રના નાગપુરમાં સંબોધન દરમિયાન PM મોદીએ 75000 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસને લઈને રાજ્ય અને પ્રજાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, આજે જે પરિયોજનાઓનું ઉદઘાટન કરાયું છે, મહારાષ્ટ્રના વિકાસને ઘણી આગળ લઈ જશે. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ડબલ એન્જિન સરકાર કેટલી ઝડપથી કામ કરી રહી છે તેનો આ પુરાવો છે.  

તેમણે વધુમાં કહ્યું કે, આજે જે વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરાયા તે મહારાષ્ટ્રમાં ડબલ એન્જિન સરકાર કેટલી ઝડપથી કામ કરી રહી છે તેનો પણ પુરાવો છે. સમૃદ્ધિ હાઈવના કારણે મુંબઈ અને નાગપુર વચ્ચેનું અંતર ઘટશે અને સમૃદ્ધિ હાઈવે મહારાષ્ટ્રના 24 જિલ્લાઓને આધુનિક કનેક્ટિવિટી સાથે જોડશે.

ઉલ્લેખનિય છે કે, PM મોદીએ આજે સવારે છઠ્ઠી નાગપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે સૌથી લાંબા 701 કિલોમીટર લાંબા સમૃદ્ધિ હાઈવેનું પણ ઉદઘાટન કર્યું હતું. તો આજે સાંજે તેઓ ગોવામાં આધુનિક સુવિધાઓથી સજ્જ મોટા એરપોર્ટનું પણ અનાવર કરશે.

ગોવામાં બીજુ એરપોર્ટ બનાવવા માટે 2,870 કરોડનો ખર્ચ

ઉત્તર ગોવાના મોપા ખાતે એરપોર્ટનો શિલાન્યાસ નવેમ્બર 2016માં પીએમ મોદીએ કર્યો હતો. ગોવામાં આ બીજુ એરપોર્ટ બન્યું અને તેને બનવા માટે 2,870 કરોડના ખર્ચ થયેલો છે. પ્રથમ ડાબોલિમમાં સ્થિત છે.  મોપા એરપોર્ટ કાર્યરત થયા બાદ અહીંની કુલ ક્ષમતા 13 મિલિયન લોકોનો સમાવેશ કરી શકે તેટલી છે. ડાબોલિમ એરપોર્ટ 15 સ્થાનિક અને છ આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે. મોપા એરપોર્ટ દ્વારા, તેમની સંખ્યા વધીને 35 સ્થાનિક અને 18 આંતરરાષ્ટ્રીય સ્થળોએ પહોંચી જશે. આ ઉપરાંત વડાપ્રધાન 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરશે અને આયુષની ત્રણ રાષ્ટ્રીય સંસ્થાઓનું ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છે. 

નાગપુરથી બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી

PM મોદીએ આજે સવારે નાગપુરથી બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાની શરૂઆત કરાવી હતી. 

PM મોદીએ સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

એરપોર્ટની જેમ મોદી સરકાર રોડ નેટવર્કને પણ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં પીએમ નાગપુર-મુંબઈ વચ્ચે બનાવવામાં આવી રહેલા સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. કુલ 701 કિલોમીટર લાંબા એક્સપ્રેસ-વેમાંથી નાગપુરથી મુંબઈ સુધીના 520 કિલોમીટરના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 55,000 કરોડના ખર્ચે બનેલ આ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના મુખ્ય શહેરી વિસ્તારોમાંથી પસાર થશે. એક્સપ્રેસવે નજીકના 14 અન્ય જિલ્લાઓ સાથે કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે, જેનાથી વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના લગભગ 24 જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે.

એરપોર્ટની સંખ્યા 2014 બાદ વધીને 140થી વધુ થઈ 

દેશમાં એરપોર્ટની સંખ્યા 2014 થી લગભગ બમણી થઈને 74 થી વધીને 140 થી વધુ થઈ ગઈ છે. સરકાર આગામી પાંચ વર્ષમાં 220 એરપોર્ટનો વિકાસ અને સંચાલન કરવાની યોજના ધરાવે છે.