×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : G20 સમિટમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીની હરકત પર જયશંકરે આપ્યો જોરદાર જવાબ

નવી દિલ્હી, તા.05 મે-2023, શુક્રવાર

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં સામેલ થયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જમ્મુ-કાશ્મીરમાં યોજાનાર G20 બેઠક પર મોટું નિવેદન આપ્યા બાદ ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે પણ તેનું નામ લીધા વગર મોટું નિવેદન આપ્યું છે. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે, અમારે કોઈની સાથે G20 અંગે ચર્ચા કરવાની જરૂર નથી, ખાસ કરીને તે દેશો સાથે, જેમને G20 સાથે લેવા-દેવા નથી... તેમણે કહ્યું કે, SCO સાથે જોડાયેલી 100થી વધુ બેઠકોનું આયોજન થયું... જુલાઈમાં SCOનું શિખર સંમેલન યોજાશે. SCOમાં ઈરાન અને બેલારુસના સભ્યપદ અંગે પણ ચર્ચા થઈ છે.

ચીનની વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય મુલાકાત પર જયશંકરે કહ્યું કે, પશ્ચિમ સેક્ટરમાં ડિસએન્ગેજમેન્ટ મુદ્દે પણ ચર્ચા થઈ... બ્રિક્સ અને G20 અંગે પણ ચર્ચા થઈ છે. વિદેશમંત્રીએ કહ્યું કે, ઝરદારી સાથે SCO દેશોના સભ્ય તરીકે યોગ્ય વર્તન કરવામાં આવ્યું, પરંતુ એક સમર્થન અને આતંકવાદી ઉદ્યોગના પ્રવક્તા તરીકે તેમને યોગ્ય જવાબ અપાયો છે. પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, અમે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સાથે બેસીને આતંકવાદ પર ચર્ચા કરી શકીએ નહીં.

પાકિસ્તાનના વિદેશ મંત્રીને આપ્યો જડબાતોડ જવાબ

બિલાવલ ભુટ્ટોના નિવેદન પર વિદેશ મંત્રી જયશંકરે જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, તેમને G20 સાથે કોઈ લેવા-દેવા નથી, તેમને શ્રીનગર સાથે પણ કોઈ લેવા-દેવા નથી. કાશ્મીર મુદ્દે માત્ર એક જ સવાલ પર ચર્ચા થઈ શકે છે કે, PoK પર પાકિસ્તાન પોતાનો ગેરકાયદેસર કબજો ક્યારે ખતમ કરશે ? બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ ન કરો, જેના પર જયશંકરે જવાબ આપ્યો કે, આ નિવેદનથી લાગે છે કે તેઓ આતંકવાદને યોગ્ય ઠેરવી રહ્યા છે. અમે પાકિસ્તાનને આખી દુનિયાની સામે ખુલી પાડી દીધી છે... જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે છે તેઓ શાંતિની વાત કરી શકતા નથી.