×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : DRDOએ એસ્ટ્રા મિસાઈલ સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ, જુઓ તેની તાકાત

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આજે ઓડિશા દરિયાકાંઠે એર-ટુ-એર એસ્ટ્રા મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, Su-30MKI ફાઈટર જેટમાંથી ટાર્ગેટ કરાયેલી મિસાઈલ 100 કિલોમીટરથી વધુના લક્ષ્યને પાડવાની ક્ષમતા ધરાવે છે અને સ્વદેશી LCA તેજસ માર્ક 1A ફાઈટર એરક્રાફ્ટથી સજ્જ કરાશે. આ મિસાઈલો અપગ્રેડ કરેલા મિગ-29 જેટ પર પણ લગાવાશે. એર-ટુ-એર એટલે હવામાં જ દુશ્મન હથિયારનો ખાતમો કરનાર એસ્ટ્રા મિસાઈલ સ્વદેશી છે અને આ મિસાઈલ DRDO દ્વારા વિકસાવાયેલી અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ છે. આ મિસાઈલ દૂરના લક્ષ્યો અને ઊંચાઈ પરના લક્ષ્યોને રોકવા અને દૂરના કોઈપણ લક્ષ્યને નાશ કરવા માટે ડિઝાઈન કરાઈ છે.

એસ્ટ્રા મિસાઈલની ખાસિયત

એસ્ટ્રા મિસાઈલની રેન્જ 110 કિ.મી. સુધીની છે અને મિસાઈલ 20 કિ.મી. સુધીની ઉંચાઈ પરના ટાર્ગેટનો ખાતમો કરી શકે છે. આ મિસાઈલ સોલિડ-ફ્યુઅલ રોકેટ મોટર અને એડવાન્સ ગાઈડન્સ સિસ્ટમનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. મિસાઈલના એડવાન્સ ગાઈડન્સ સિસ્ટમમાં નેવિગેશન, મિડ-કોર્સ ગાઈડન્સ અને ટર્મિનલ ગાઈડન્સ માટે એક્ટિવ રડાર હોમિંગ શામેલ છે.

આ મિસાઈલમાં ઘણા એરક્રાફ્ટો દ્વારા લોન્ચ થવાની ક્ષમતા

આ મિસાઈલમાં Su-30MKI, મિરાજ 2000 અને તેજસ ફાઈટર જેટ સહિતના વિવિધ એરક્રાફ્ટમાંથી લોન્ચ થવાની ક્ષમતા છે. મિસાઈલ ઓન-બોર્ડ રેડિયો પ્રોક્સિમિટી ફ્યુઝથી સજ્જ હોવાથી ટાર્ગેટના નજીક હોવા પર બ્લાસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે મોટા નુકસાનની સંભાવના છે.

આ મિસાઈલને 2019માં એરફોર્સ કરાઈ હતી સામેલ

આ મિસાઈલનું 2003માં પ્રથમ વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 2019માં ભારતીય વાયુસેનામાં સામેલ કરતા પહેલા અનેક સફળ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. આ મિસાઈલ ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ મિસાઈલ દેશમાં જ બનેલી છે તેમજ ખૂબ અદ્યતન એર-ટૂ-એર મિસાઈલ સિસ્ટમથી સજ્જ છે.