×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : CJI ચંદ્રચૂડે સ્વતંત્રતા પર્વે કરી મોટી જાહેરાત, સુપ્રીમ કોર્ટ પરિસરમાં બનશે નવી બિલ્ડિંગ, પ્લાન કર્યો શેર

નવી દિલ્હી, તા.15 ઓગસ્ટ-2023, મંગળવાર

દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું કે ભારતીય ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર ન્યાય મેળવવાનું સરળ બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે સૌથી મોટો પડકાર એ છે કે ન્યાય મેળવવામાં આવતા અવરોધોને દૂર કરવા અને ન્યાયતંત્રની લાઇનમાં રહેલા છેડા પર ઉભેલા વ્યક્તિ માટે ખાતરી કરવાનો છે. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના નવા સંકુલની યોજનાની પણ જાહેરાત કરી હતી.

અદાલતોને સુલભ અને સમાવેશી બનાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાની જરૂર

ચીફ જસ્ટિસે કહ્યું કે અદાલતોને સુલભ અને સમાવેશી બનાવવા માટે પ્રાથમિકતાના ધોરણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં એક નવી ઇમારત બાંધવાની યોજના છે, જેમાં 27 વધારાની કોર્ટ, 4 રજિસ્ટ્રાર કોર્ટ રૂમની સાથે વકીલો માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું સામેલ છે.

ડી.વાય.ચંદ્રચુડે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું

સુપ્રીમ કોર્ટ પરિસરમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તેમના સંબોધનમાં, મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે લોકો માટે વધુ સુલભ અને સસ્તું હોય તેવી ન્યાયિક વ્યવસ્થા બનાવવાનો ઉદ્દેશ્ય છે. ન્યાયની પ્રક્રિયાગત અવરોધોમાંથી મુક્તિ મેળવવા માટે ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કરવો પડશે.

CJI ચંદ્રચુડે સંબોધનમાં PM મોદીનો કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી આપેલા ભાષણનો ઉલ્લેખ કરતાં, CJI ચંદ્રચુડે કહ્યું કે વડાપ્રધાને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અત્યાર સુધીમાં સર્વોચ્ચ અદાલતના 9423 ચુકાદાઓનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. 

દરેક કાનૂની ફરિયાદનું નિરાકરણ મહત્વનું : CJI ચંદ્રચુડ

મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ, સર્વોચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશો, એટર્ની જનરલ આર વેંકટરામણી, ACBA પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આદિશ સી અગ્રવાલ અને સચિવ રોહિત પાંડે SCBA કાર્યક્રમમાં હાજર હતા. ચીફ જસ્ટિસે કહ્યું કે દરેક કાનૂની ફરિયાદનું નિરાકરણ મહત્વનું છે અને આવી ફરિયાદો સાંભળીને અદાલતો માત્ર તેમની બંધારણીય ફરજ બજાવી રહી છે.