×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : CBI ઓફિસમાંથી બહાર આવ્યા અરવિંદ કેજરીવાલ, 8 કલાકથી વધુ સમય કરાઈ પૂછપરછ, આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી, તા.16 એપ્રિલ-2023, રવિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે CBI દ્વારા લિકર પોલિસી કેસમાં પૂછપરછ કરાઈ હતી. કેજરીવાલ સીબીઆઈ ઓફિસમાંથી બહાર આવ્યા છે. તપાસ એજન્સીએ તેની 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ ટૂંક સમયમાં મીડિયા સાથે વાત કરશે.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીની પૂછપરછને લઈને CBI હેડક્વાર્ટરની બહાર 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં ફોજદારી કાર્યવાહી સંહિતા (CRPC)ની કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલ કરશે પ્રેસ કોન્ફરન્સ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CBI ઓફિસમાંથી બહાર આવી ગયા છે. તેમની 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરાઈ હતી. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ ટૂંક સમયમાં મીડિયા સાથે વાત કરશે.

શું છે એક્સાઈઝ નીતિ મામલો ?

ઉલ્લેખનીય છે કે આ કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા જેલમાં બંધ છે. સીબીઆઇએ સિસોદીયાની ૨૬ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. ઇડીએ પણ જેલમાં મનીષ સિસોદીયાની પૂછપરછ કરી હતી. ઇડીએ પૂછપરછ પછી જેલમાંથી જ મનીષ સિસોદીયાની ધરપકડ કરી લીધી હતી. દિલ્હી સરકારે ૧૭ નવેમ્બર, ૨૦૨૧ના રોજ નવી એક્સાઇઝ નીતિ અમલમાં મૂકી હતી. દિલ્હી સરકારે જણાવ્યું હતું કે આ નીતિ લાગુ થયા પછી આવકમાં વધારો અને માફીયા રાજ સમાપ્ત થશે. જો કે આ નીતિને કારણે દિલ્હી સરકારની આવકમાં ઘટાડો થયો હતો.  જુલાઇ ૨૦૨૨માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે એલજી વી કે સકસેનાને રિપોર્ટ સોંપ્યો હતો જેમાં મનીષ સિસોદીયા પર દારૃના વેપારીઓને અયોગ્ય લાભ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિવાદ વધવાને કારણે દિલ્હી સરકારે ૨૮ જુલાઇ, ૨૦૨૨ના રોજ નવી એક્સાઇઝ નીતિ રદ કરી જુની નીતિ અમલમાં મૂકવાની જાહેરાત કરી  હતી. આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઇડી પર આક્ષેેપ મૂકતા જણાવ્યું હતું કે તે કોર્ટને ખોટા પુરાવાઓને આધારે ગેરમાર્ગે દોરી રહી છે. ઇડી લોકોને ટોર્ચર અને પ્રેસર કરી તેમની પાસેથી ખોટા નિવેદનો લઇ રહી છે. સંજય સિંહના કેસમાં પણ આવું જ થયું છે તેમણે નિવેદન કંઇ અલગ આપ્યું હતું અને ઇડીએ ચાર્જશીટમાં કંઇ અલગ લખ્યું છે. કેજરીવાલે જણાવ્યું હતું કે ઇડી કોર્ટમાં ખોટું બોલે છે કે સિસોદીયાએ તેમના ૧૪ ફોન તોડી નાખ્યા હતાં પણ વાસ્તવિકતા એ છે કે ૧૪માંથી પાંચ ફોન તો ઇડી અને સીબીઆઇની કસ્ટડીમાં છે.