×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: 77માં સ્વતંત્રતા દિવસે પ્રથમ વખત સ્વદેશી તોપથી અપાઈ સલામી, જુઓ સેનાની તાકાત


દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર 21 તોપોની સલામી આપવામાં આવી હતી, પરંતુ આ વખતે પહેલીવાર સ્વદેશી તોપથી સલામી આપવામાં આવી છે.

મેક ઈન ઈન્ડિયાના સપનાને સાકારની વિઝન  

આ વાતનો પુરાવો પણ સ્વતંત્રતા દિવસે જોવા મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઈન ઈન્ડિયા'ના સપનાને સાકાર કરીને દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના માર્ગ પર કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે. આ વર્ષે 21 તોપોની સલામી માટે સ્વદેશી 105 એમએમ લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ 90 મિનિટનું  આપ્યું ભાષણ 

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સતત 10મી વખત ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ પોતાના 90 મિનિટના ભાષણમાં અર્થવ્યવસ્થા, મણિપુર, પરિવારવાદ, તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, નવી યોજનાઓ અને આગામી લોકસભા ચૂંટણી વિશે વાત કરી અને પોતાના કાર્યકાળના 10 વર્ષનો હિસાબ આપ્યો અને આગામી 1000 વર્ષના સપનાની વાત કરી હતી.