×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : સ્પાઈસ જેટની ફ્લાઈટમાં તકરાર : કેબિન ક્રૂ સાથે ગેરવર્તન કરનાર બે મુસાફરો સામે કાર્યવાહી

નવી દિલ્હી, તા.23 જાન્યુઆરી-2023, મંગળવાર

ઘણા સમયથી ફ્લાઈટમાં ગેરવર્તનની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં થયેલો વિવાદ હજુ પુરો થયો નથી, ત્યારે વધુ એક ફ્લાઈટમાં કર્મચારી સાથે ગેરવર્તનનો વિવાદ સામે આવ્યો છે. દરમિયાન દિલ્હી એરપોર્ટ પર એક મુસાફર દ્વારા દિલ્હી-હૈદરાબાદની ફ્લાઈટમાં કેબિન ક્રૂ મેમ્બર સાથે ‘અનૈતિક અને અયોગ્ય’ વર્તનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મુસાફર અને એક સહ-મુસાફરને ઉતારી દેવામાં આવ્યા છે અને બંનેને એરપોર્ટ પર સુરક્ષા ટીમને સોંપી દેવામાં આવ્યા છે.

એરપોર્ટ પર ટેકઓફ સમયની ઘટના

કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ત્યારે થઈ જ્યારે ફ્લાઈટ દિલ્હીથી હૈદરાબાદ માટે ટેકઓફ કરી રહી હતી. સ્પાઈસ જેટ એરલાઈન્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ ઘટના 23 જાન્યુઆરીએ દિલ્હી-હૈદરાબાદ ફ્લાઈટમાં થઈ છે. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે અયોગ્ય વર્તન કર્યું અને કેબિન ક્રૂને હેરાન કર્યા.

કેબિન ક્રૂએ PIC અને સુરક્ષા કર્મચારીઓને ઘટનાની જાણકારી આપી

આવા પ્રકારની ઘટના બાદ કેબિન ક્રૂએ PIC અને સુરક્ષા કર્મચારીઓને આ ઘટના અંગેની જાણકારી આપી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ એરલાઈન્સે મુસાફર અને સહ-મુસાફરને સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધા છે. તાજેતરમાં જ ફ્લાઈટમાં આવા પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી છે. DGCAએ એરલાઈન્સને કડક કાર્યવાહી કરવા અને મામલાની તાત્કાલિક જાણ કરવા નિર્દેશ અપાયો છે.

ઘટના અંગે એરલાઈન્સે આપ્યું નિવેદન

નિવેદનમાં કહેવાયું છે કે, આ ઘટના વિશે ક્રૂએ PIC (પાયલોટ ઇન કમાન્ડ) અને સુરક્ષા કર્મચારીઓને જાણ કરી દીધી છે. ગેરવર્તન કરનાર મુસાફર અને તેની સાથે મુસાફરી કરી રહેલા સહ-મુસાફરને ઉતારીને સુરક્ષા ટીમને સોંપી દેવાયા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેઓ આ ઘટનાની તપાસ કરી રહી છે અને યોગ્ય પગલાં લેશે.