×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : વિપક્ષોની બેઠક પહેલાં લાલુ પ્રસાદ યાદવને મમતા બેનરજી પગે લાગ્યા, રાબડી દેવી માટે લાવ્યા સાડી

નવી દિલ્હી, તા.22 જૂન-2023, ગુરુવાર

વિપક્ષોને એક કરવા માટે આવતીકાલથી પટણામાં બેઠક યોજાવાની છે. જોકે બેઠક પહેલા આજે પટણા પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પટણા નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જીએ RJDના વરિષ્ઠ નેતાને પગે લાગી આશિર્વાદ મેળવ્યા... તેમણે લાલુને સાલ આપી... ઉપરાંત તેમની પત્ની રાબડી દેવીને સાડીની ભેટ પણ આપી... આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બંને દિગ્ગજ નેતાઓની મુલાકાત ખુબ જ મહત્વની છે. તમામ વિપક્ષી નેતાઓ એક થઈને કેન્દ્રની સત્તામાં બેઠેલા નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ મોરચો કરવાની તૈયારીમાં છે.

અમે લાલુજીનું ખૂબ સન્માન કરીએ છીએ : મમતા બેનર્જી

મમતા બેનર્જીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તમામ વિરોધ પક્ષો એક પરિવાર જેવા છે. મને બિહારની મીઠાઈઓ ખુબ જ ગમે છે. અમે લાલુજીનું ખૂબ સન્માન કરીએ છીએ. હું લાલુજી, રાબડી અને તેજસ્વીને મળીને ખૂબ જ ખુશ છું. લાલુજી ખૂબ જ વરિષ્ઠ નેતા છે. તેમને ઘણા દિવસો સુધી જેલમાં મોકલી દેવાયા... તેઓ હોસ્પિટલમાં હતા... તેમની તબિયત સારી ન હતી.

ભાજપ સામે લડવા લાલુજી હજુ પણ મજબૂત છે : મમતા

મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું કે, આજે હું લાલુજીને જોઈને ખૂબ જ ખુશ છું. તેમને જોઈને મને લાગ્યું કે લાલુજી હજુ પણ મજબૂત છે અને ભાજપ સામે લડી શકે છે. અમે સાથે આવ્યા છીએ અને સાથે મળીને લડીશું. અમે આજે આ વિશે વધુ કહી શકતા નથી. આવતીકાલે જોઈએ, આના પર શું વાત થાય છે. ઉલ્લેખનિય છે કે, આવતીકાલે શુક્રવારે વિપક્ષી નેતાઓની બેઠક યોજાવાની છે. બેઠક દરમિયાન વિપક્ષો PM મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સામે ચૂંટણી લડવા માટે એક થવાની રણનીતિ બનાવવા જઈ રહ્યા છે.