×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : લખનઉ-અયોધ્યા નેશનલ હાઈવે પર DCM અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર, 2ના મોત, 22ને ઈજા

બારાબાંકી, તા.24 જુલાઈ-2023, સોમવાર

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં લખનૌ-અયોધ્યા નેશનલ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. અહીં અયોધ્યા તરફથી ફુલ સ્પીડે આવી રહેલી રોડવેઝ બસે લખનૌથી આવી રહેલા ડીસીએમને ધડાકાભેર ટક્કર મારી છે, જેમાં બસની એક બાજુ ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ અકસ્માતમાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 2ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા છે. 

નેશનલ હાઈવે પર એક લેન ધસી જતાં એક તરફ ડાયવર્ઝન કરાયું હતું

આ ઘટના રામસનેહીઘાટ કોતવાલી વિસ્તારમાં લખનૌ-અયોધ્યા હાઈવે પર તાલા મોડ પાસે બની છે. તાજેતરમાં જ ભારે વરસાદના કારણે લખનૌ-અયોધ્યા નેશનલ હાઈવેની એક લેન ધસી ગઈ હતી, જેના કારણે રામસનેહીઘાટ નગરના નારાયણ ધાબા પાસે એક બાજુના રૂટ પર ડાયવર્ઝન કરાયું છે અને અહીં ધસી ગયેલા લેનનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે આ જ રૂટ પરથી અયોધ્યા તરફથી આવતી ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસ અને લખનૌથી આવી રહેલી ડીસીએમ વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. 

ગંભીર ઈજાગ્રસ્તોને જિલ્લાની હોસ્પિટલમાં ખસેડાયા

મળતા અહેવાલો મુજબ બસમાં સવાર લગભગ 21 મુસાફરોને ગંભીર ઈજા થઈ છે, જ્યારે 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માતની સૂચના મળતાં જ રામસનેહીઘાટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત ઘટનાસ્થલે પહોંચી ગયો છે. પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને ઈજાગ્રસ્તોને રામસ્નેહીઘાટ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખસેડ્યા છે. જ્યારે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ ગંભીર ઈજાગ્રસ્તોને જિલ્લાની હોસ્પિટલમાં રિફર કર્યા છે. હાલ જિલ્લાની હોસ્પિટલમાં તમામ મુસાફરોની સારવાર ચાલી રહી છે.

હાઈવે પર એક રૂટ પરથી પસાર થઈ રહ્યા હતા તમામ વાહનો

બારાબંકીના અધિક પોલીસ અધિક્ષક અખિલેશ નારાયણ સિંહે જણાવ્યું કે, રામસનેહીઘાટમાં અયોધ્યા-લખનૌ હાઈવેની એક તરફ એનએચઆઈનું કામ ચાલતુ હોવાના કારણે રસ્તાની એક બાજુનો રૂટ બંધ કરાયો છે, જેના કારણે બીજા રૂટ પર તમામ વાહનો દોડી રહ્યા છે.