×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : રાજસ્થાનમાં CM ગેહલોતે પોતાના જ મંત્રી રાજેન્દ્ર ગુડાની કરી હકાલપટ્ટી, જાણો કારણ

જયપુર, તા.21 જુલાઈ-2023, શુક્રવાર

એક તરફ રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે સત્તા પક્ષ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા રાજકીય સોગંઠા ગોઠવી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજસ્થાનના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજેન્દ્ર ગુડાની મંત્રી પદેથી હકાલપટ્ટી કરી છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજેન્દ્ર ગુઢાની મંત્રી પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ વિધાનસભામાં પોતાની જ સરકારને ઘેરી હતી. વિધાનસભામાં મણિપુર મુદ્દે નિવેદન આપતા પોતાની જ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે રાત્રે તેમના મંત્રી રાજેન્દ્ર ગુડાની હકાલપટ્ટી કરી દીધી છે. ગુડાએ શુક્રવારે વિધાનસભામાં મહિલા અત્યાચાર મુદ્દે પોતાની જ સરકારને ઘેરી હતા, ત્યાર બાદ થોડા કલાકો બાદ તેમના પર તવાઈ આવી હતી. પહેલા આ મામલો સુત્રોના હવાલાથી સામે આવ્યા હતો, ત્યારબાદ રાજભવન તરફથી માહિતી આપતા જણાવાયું કે, રાજસ્થાનના રાજ્યપાલે મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડાને તાત્કાલિક અસરથી હટાવવાની મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભલામણને સ્વીકારી લીધી છે.

મંત્રી રાજેન્દ્ર ગુડાએ તેમની સરકાર પર સવાલો ઉઠાવ્યા

ઉલ્લેખનિય છે કે, આ આખો ઘટનાક્રમ ત્યારે શરૂ થયો જ્યારે રાજેન્દ્ર ગુડાએ મહિલાઓની સુરક્ષા અને તેમના પર થતા અત્યાચારના મુદ્દે પોતાની જ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. રાજસ્થાન વિધાનસભામાં રાજસ્થાન લઘુત્તમ આવક ગેરંટી બિલ 2023 પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ મણિપુરમાં હિંસાના મુદ્દા પર પ્લેકાર્ડ લહેરાવતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ પોતાની જ સરકાર પર સવાલો ઉઠાવતા રાજેન્દ્ર ગુડાએ કહ્યું કે, રાજસ્થાનમાં એ હકીકત છે કે આપણે મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ ગયા છીએ અને રાજસ્થાનમાં જે રીતે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે તે મણિપુરને બદલે આપણે આપણા રાજ્યમાં જોવું જોઈએ.

સચિન પાયલોટનું સમર્થન કરતા જોવા મળ્યા રાજેશ ગુડા

રાજેન્દ્ર ગુડા પાસે સૈનિક કલ્યાણ (સ્વતંત્ર હવાલો), હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ (સ્વતંત્ર હવાલો), પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગો હતા. દરમિયાન રાજેન્દ્ર ગુડા એ 6 ધારાસભ્યોમાંથી એક છે જેમણે બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર 2018ની વિધાનસભા ચૂંટણી જીતી હતી, જોકે બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. રાજેન્દ્ર ગુડાને અશોક ગેહલોત કેબિનેટમાં સામેલ કરાયા હતા. જો કે ત્યારબાદ રાજેન્દ્ર ગુડા ખુલ્લેઆમ સચિન પાયલટને સમર્થન કરતા જોવા મળ્યા હતા અને તેમના ઘણા નિવેદનોથી વિવાદોમાં રહ્યા હતા.