×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : રશિયા-યુક્રેન વચ્ચેની જમીન પરનું યુદ્ધ પાણી સુધી પહોંચ્યું…. કાલા સાગરમાં બંને સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ

મોસ્કો, તા.04 ઓગસ્ટ-2023, શુક્રવાર

રશિયા-યુક્રેન વચ્ચે 16 મહિનાથી ચાલી રહેલું જમીન પરનું યુદ્ધ વધુ આક્રમક બન્યું છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે માત્ર જમીન અને આકાશ પર જ લડાઈ જોવા મળી રહી હતી, જોકે હવે આ યુદ્ધ છેક પાણી સુધી પહોંચી ગયું છે. બંને દેશોની સેનાઓ વચ્ચે સમુદ્રમાં ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. અગાઉ રશિયાએ યૂક્રેનના ઓડિસા બંદર પર ડઝનો ડ્રોન હુમલા કરી વેરવિખેર કર્યો, તો બદલામાં યૂક્રેને રશિયાના નોવોરોસિસ્ક બંદર પર તાબડતોબ હુમલાઓ કરી રહ્યું છે. કાલાસાગરમાં બંને સેનાઓના યુદ્ધ જહાજો સામસામે આક્રમકતા દેખાડી રહ્યા છે. સમુદ્ર વચ્ચે ગર્જનાઓથી કાલા સાગરમાં ઉથલ-પાથલ મચી છે. યુક્રેન ઓડિસા બંદર પરની તબાહીનો બદલો લેવા માંગે છે. આવી સ્થિતિમાં બંને દેશોની સેનાઓ ભીષણ યુદ્ધ કરી રહ્યા છે. 

યુક્રેને રશિયાના બંદર પર કર્યો સમુદ્રી ડ્રોનથી હુમલો

રશિયાએ શુક્રવારે યુક્રેન પર આરોપ લાગવ્યો કે, તેણે નોવોરોસિસ્ક બંદર પર કાલા સાગર નૌસેનાના બેઝ પર સમુદ્રી ડ્રોનથી હુમલો કર્યો. છેલ્લા 18 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયન વાણિજ્ય બંદરને નિશાન બનાવાયું હોય તેમ નોવોરોસિસ્કમાં પ્રથમવાર હુમલો થયો છે. આ શહેર કાલા સાગર કિનારે રશિયાનું મુખ્ય બંદર છે અને અહીં નૌસેનાનો બેઝ, જહાજ નિર્માણ યાર્ડ અને એક તેલ ટર્મિનલ પણ છે. રશિયન નિકાસની દ્રષ્ટિએ આ ખુબ જ મહત્વનું બંદર છે. 

રશિયન યુદ્ધ જહાજોએ કાલા સાગરમાં કર્યો યુક્રેનનો પીછો

કાલા સાગરમાં રશિયન બંદરો પર હુમલા બાદ રશિયાના 2 યુદ્ધ જહાજોએ યુક્રેનનો પીછો કર્યો... તો યુક્રેન સેનાએ પણ વળતો હુમલો કર્યો... નોવોરોસિસ્કના મેયર આંદ્રે ક્રાવચેંકોએ કહ્યું કે, 2 યુદ્ધ જહાજોએ યુક્રેન હુમલા પર તુરંત જવાબી કાર્યવાહી કરી અને હુમલાના નિષ્ફળ બનાવ્યો. કાલા સાગર બંદર પર હુમલાની પુષ્ટિ કર્યાની કેટલીક મિનિટો બાદ રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, તેણે ક્રીમિયા પર યુક્રેનના વધુ એક હુમલાને નિષ્ફળ કર્યો છે. મંત્રાલયે કહ્યું કે, એર ડિફેન્સ સિસ્ટમ્સે 10 ડ્રોન તોડી પાડ્યા અને અન્ય ત્રણ ડ્રોનને ઈલેક્ટ્રોનિક રીતે જામ કરી દીધા...