×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Video: મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, મુસાફરથી ભરેલા વિમાનને પુશબેક આપનાર વાહનમાં લાગી આગ


મુંબઈ, તા. 10 જાન્યુઆરી 2021 સોમવાર

મુંબઈ એરપોર્ટ પર સોમવારે મોટી દુર્ઘટના ટળી. અહીં મુસાફરથી ભરેલી ફ્લાઈટને પુશબેક આપનાર વાહનમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના V26R સ્ટેન્ડ પર થઈ. વાહનને મુંબઈથી જામનગર જનારી ફ્લાઈટને પુશબેક આપવાનુ હતુ. વાહનમાં આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.

એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-647 મુંબઈ જામનગરને પુશબેક આપનાર વાહનમાં અચાનક આગ લાગી ગઈ. તે સમયે વિમાન પર 85 લોકો સવાર હતા. ઘટનાના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ મચી ગયો. જોકે, એરપોર્ટ તંત્રએ તત્પરતા દાખવી આગ પર જલ્દી જ કાબૂ મેળવ્યો. આ દરમિયાન ફ્લાઈટને પણ કોઈ નુકસાન પહોંચ્યુ નહીં. વિમાને 12.04 વાગે ઉડાન ભરી.

વિમાનને ધકેલનારુ આ ટ્રેક્ટર હોય છે. આને એર ઈન્ડિયાની ફ્લાઈટને પુશબેક કરવા માટે આ ટ્રેક્ટર લાવવામાં આવ્યુ હતુ. આ ટ્રેક્ટર વિમાનની ઘણી નજીક ઉભુ હતુ. ત્યારે અચાનક આગ લાગી ગઈ. આગ કેવી રીતે લાગી તેની પર હજુ ઓથોરિટીએ કંઈ જ નિવેદન આપ્યુ નથી. આ ઘટના નવી છે. જોકે, ફાયર બ્રિગેડે આ આગને બુઝાવી દીધી છે. આ ઘટનામાં કોઈને પણ નુકસાન પહોંચ્યુ નથી.