×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : મલ્લિકાર્જુન ખડગે બાદ હવે તેમના પુત્રએ PM મોદી વિરુદ્ધ કરી વાંધાજનક ટિપ્પણી

બેંગાલુરુ, તા.01 મે-2023, સોમવાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ હવે તેમના પુત્ર પ્રિયાંક ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરી દીધી છે. પ્રિયાંક ખડગેએ PM મોદી અંગે કહ્યું કે, જો આવો નાલાયક પુત્ર હશે તો દેશ કેવી રીતે ચાલશે. આ અગાઉ મલ્લિકાર્જુન ખડગેએ પણ PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પર હજુ પણ હોબાળો ચાલી રહ્યો છે.

‘આવો પુત્ર હશે તો કેવી રીતે ચાલશે’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને પૂર્વ મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું કે, ‘જ્યારે PM મોદી માલખેડા આવ્યા ત્યારે તેમણે બંજારા સમુદાયને શું કહ્યું ? મોદીએ કહ્યું કે, બંજારા સમાજનો પુત્ર દિલ્હીમાં છે, પરંતુ આવો પુત્ર હશે તો કેવી રીતે ચાલશે, દેશ ચલાવતા જ નથી. પ્રિયાંક ખડગેએ કહ્યું કે, ઘરમાં નાલાયક પુત્ર હોય તો પણ ઘર સરળતાથી ચાલતુ નથી.’

વડાપ્રધાને ક્યારેય આંસુ વહાવ્યા નથી : કર્ણાટક CM

કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ કહ્યું કે, વડાપ્રધાને ક્યારેય રોયા નથી. તેમણે કહ્યું કે, આ કોંગ્રેસ છે, જે છેલ્લા 9 વર્ષથી રોઈ રહી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર CryPMPayCM નામથી એક કેમ્પેઈન ચાલી રહ્યું છે. આ કેમ્પેઈન કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહ્યું છે અને આ કેમ્પેઈનમાં PM મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈ પર નિશાન સાધવામાં આવ્યું છે. જ્યારે આ કેમ્પેઈન અંગે બાસવરાજ બોમ્મઈને મીડિયાએ સવાલ કર્યા તો તેમણે કહ્યું કે, વડાપ્રધાન ક્યારેય રોયા નથી, આ કોંગ્રેસ છે, જે છેલ્લા 9 વર્ષથી રોઈ રહી છે અને તે એટલું બધુ રોઈ છે કે, તેમની આંખોમાં હવે આંસુ પણ સુકાઈ ગયા છે અને લોકોને પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ નથી.

કોંગ્રેસ અધ્યક્ષે PM મોદી વિરુદ્ધ કરી હતી વાંધાજનક ટિપ્પણી

ઉલ્લેખનિય છે કે, કર્ણાટકની ભાજપા સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવાઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ ભાજપ સરકાર વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવી રહી છે. આ જ કારણે મુખ્યમંત્રી બોમ્મઈ પણ વિપક્ષના નિશાના પર છે. ગત દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક જનસભામાં PM મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મુદ્દે PM મોદીએ શનિવારે બીદરની ચૂંટણી રેલીમાં કહ્યું કે, અત્યાર સુધીમાં કોંગ્રેસ તેમને 91 વખત અપશબ્દો બોલી છે. PM મોદીએ કહ્યું કે, જો કોંગ્રેસે અપશબ્દો બોલવા પાછળ સમય બગાડ્યા કરતા તેણે આટલી મહેનત ગુડ ગર્વનન્સમાં કરી હોત તો તેમની હાલત દયનીય ન હોત.