×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : મમતા બેનર્જીની મોટી જાહેરાત, કોંગ્રેસને સમર્થન આપવાની સાથે આપી ‘કુરબાની’ની સલાહ

કોલકાતા, તા.15 મે-2023, સોમવાર

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે મોટી જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યાં પ્રાદેશિક રાજકીય પક્ષ મજબૂત છે, ત્યાં ભાજપ લડી શકતી નથી. જે પક્ષો ચોક્કસપણે કોઈ પ્રાદેશિક સ્થાને મજબુત છે, તેમણે મળીને લડવું જોઈએ. હું કર્ણાટકમાં કોંગ્રેસનું સમર્થન કરી રહી છું, પરંતુ તેમણે મારી સામે બંગાળમાં લડવું જોઈએ નહીં.

કર્ણાટકમાં કોંગ્રેસને મમતાનું સમર્થન

મમતા બેનર્જીએ જણાવ્યું કે, જ્યાં પણ કોંગ્રેસ મજબુત છે, ત્યાં અમે તેમને સમર્થન આપીશું. તેમણે કહ્યું કે, જ્યાં પણ કોંગ્રેસ તેની 200 બેઠકો પર મજબુત છે... અમે જે ગણતરી કરી છે... ત્યાં તેમને લડવા દઈશુ... અમે તેમને સમર્થન આપીશું... પરંતુ તેમણે અન્ય રાજકીય પક્ષોનું પણ સમર્થન કરવું પડશે. જો હું કર્ણાટકમાં તમારું સમર્થન કરુ છું, પરંતુ તમે બંગાળમાં મારી સામે લડશો, તો આ નીતિ ન હોવી જોઈએ. કંઈક સારુ મેળવવું હોય તો, કેટલાક ક્ષેત્રોમાં કુરબાની આપવી પડશે... TMC અધ્યક્ષ મમતાએ કહ્યું કે, જ્યાં પ્રાદેશિક પક્ષો મજબુત છે, જ્યાં ભાજપ લડી શકતી નથી અને લોકો નિરાશ અને હતાશ છે, જેમ કે કર્ણાટકમાં ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન એક જનાદેશ છે.

મમતા બેનર્જી 27 મેએ જશે દિલ્હી

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, આ મહિનાના અંત સુધીમાં તેઓ દિલ્હી જશે. તેઓ 27મી મેએ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે, કારણ કે રાજ્યના મુદ્દાઓ ઉઠાવવાનો અન્ય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે દિલ્હી પ્રવાસ દરમિયાન વિપક્ષની બેઠકનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.