×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : બરેલીમાં કાવડ યાત્રા પર પથ્થરમારો, અનેક ઈજાગ્રસ્ત, સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ


ઉત્તર પ્રદેશના બરેલીમાં કાવડ પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર પહેલા, અન્ય સમુદાયના લોકોએ બરેલીના બારાદરી વિસ્તારમાં કાવડઓના જૂથ પર પથ્થરમારો કર્યો, જેના કારણે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

લગભગ 15 મિનિટ સુધી પથ્થરમારો થયાના અહેવાલ 

જણાવવામાં આવી રહ્યું છે કે, કાવડઓ પાણી લેવા માટે ગંગા નદી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય સમુદાયના લોકોએ કાવડઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં અનેક કાવડઓ ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, લગભગ 15 મિનિટ સુધી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે એસએસપી પ્રભાકર ચૌધરી અને એસપી સિટી રાહુલ ભાટીએ પણ પૂછપરછ માટે પહોંચ્યા હતા.

50-60 લોકોના ટોળાએ કર્યો પથ્થરમારો

શ્રાવણના દરેક સોમવારે હજારો કાવડ શહેરના વંખંડીનાથ મંદિરે પહોંચે છે. ત્રીજા સોમવારે ભગવાન શિવના જલાભિષેક કરવા કાવડના ટોળા આવવા લાગ્યા. આરોપ છે કે, આ દરમિયાન 50-60 લોકોના ટોળાએ કાવડ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. વંખંડીનાથ મંદિરથી લગભગ 150 મીટર દૂર જોગી નવાડામાં પથ્થરમારો થયો હતો. જ્યાંથી થોડે દૂર એક મસ્જિદ પણ છે. કાવડએ આક્ષેપ કર્યો હતો કે અન્ય સમુદાયના લોકોએ ડીજે પર પથ્થરમારો કર્યો હતો.

વીડિયોમાં યુવકો પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે

આગામી મહોરમ અને કંવર યાત્રાને લઈને બેફામ તત્વોએ શહેરમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. પથ્થરબાજીનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવકો પથ્થરમારો કરતા જોવા મળે છે. આ દરમિયાન કેટલાક લોકો પોલીસની સામે હંગામો મચાવતા પણ જોવા મળ્યા હતા.