×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : પ્રેમિકાને પટકી, ચહેરા પર લાતો મારી… હેવાન પ્રેમીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર

ભોપાલ, તા.25 ડિસેમ્બર-2022, રવિવાર

મધ્યપ્રદેશના રીવામાં પ્રેમિકાને ખુબજ ખરાબ રીતે માર મારનાર પ્રેમીની ઉત્તરપપ્રદેશની મિર્ઝાપુરથી પોલીસે ધરપકડ કરી છે. આ મામલામાં સ્ટેશન ઈન્ચાર્જને સસ્પેન્ડ કરાયા છે. આટલું જ નહીં આરોપીના ઘર પર બુલડોઝર ચલાવી ઘર તોડી પાડ્યું હતું. પોલીસે આરોપી પંકજ ત્રિપાઠી વિરુદ્ધ અપહરણ, હુમલો અને અન્ય કલમો હેઠળ કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે વીડિયો વાયરલ કરનાર યુવક વિરુદ્ધ IT એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.

દરમિયાન આ ઘટનાને લઈ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના કાર્યાલયમાંથી ટ્વિટ કરી જણાવાયું કે, આરોપી પંકજ ત્રિપાઠીની ધરપકડ કરી દેવામાં આવી છે અને તેના ગેરકાયદે બનાવેલ મકાન તોડી પડાયું છે. તો આ અગાઉ રીવાના SDOP નવીન તિવારીએ જણાવ્યું કે, પંકજ ત્રિપાઠી તેની એક મિત્રને તેના ગામમાં લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈ બાબત પર તે બંને વચ્ચે વિવાદ થયો અને યુવકે યુવતીને ખરાબ રીતે માર માર્યો. પોલીસે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાવી છે.

પ્રેમીની હેવાનીયત જોઈ તમામ લોકો કાંપી ઉઠ્યા

આ મામલો રીવા જિલ્લાના મઉગંજનો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક તેની પ્રેમિકાને બેરહેમીથી મારતો જોવા મળ્યો હતો. વીડિયોમાં પ્રેમી દ્વારા પ્રેમીકાને ઢોર માર મારતો જોઈને લોકોના રુંવાડા ઉભા થઈ ગયા. પ્રેમિકાની હાલત જોઈને સૌના કાંપી ગયા હતા. વાયરલ વીડિયોમાં પ્રેમી-પ્રેમિકા ગામના સુમસામ રસ્તા પર હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

આ વાત જ પંકજને હેરાન કરતી હતી

આ વીડિયોમાં જોઈ અને સાંભળી શકાય છે કે પ્રેમિકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા જીદ કરી રહી હતી. તેણે કહ્યું કે, આપણે લગ્ન સાથે જઈએ. પંકજ આ વાતથી નારાજ થઈ ગયો હતો અને જોત-જોતામાં તેણે યુવતીને બેરહેમી પૂર્વક માર માર્યો.

યુવતી કલાકો સુધી રસ્તાના કિનારે પડી રહી

પંકજે પહેલા યુવતીને થપ્પડ મારી, ત્યારબાદ યુવતીને જમીન પર પટકાવી અને પછી લાતો પર લાતો મારતો રહ્યો. જ્યાં સુધી યુવતી બેહોશ ન થઈ ત્યાં સુધી પંકજ યુવતીને મારતો રહ્યો. આ ઘટના બાદ યુવતી કલાકો સુધી રસ્તાના કિનારે બેભાન અવસ્થામાં પડી રહી હતી. આ સમગ્ર ઘટનાને નજીકમાં ઉભેલા વ્યક્તિ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરતો રહ્યો. આ દરમિયાન ગામના કેટલાક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી.

સ્ટેશન ઈન્ચાર્જ શ્વેતા મૌર્ય સસ્પેન્ડ

ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને કલમ-151 હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ વીડિયો વાયરલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે પોલીસ કાર્યવાહીમાં આરોપી પંકજ ત્રિપાઠી વિરુદ્ધ IT એક્ટની કલમ 294, 323, 366, 506, 34 હેઠળ કેસ નોંધાયો છે. તેમજ તાત્કાલિક પગલાં ન લેવા બદલ સ્ટેશન ઈન્ચાર્જ શ્વેતા મૌર્યને સસ્પેન્ડ કરાયા છે.