×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : પાકિસ્તાનમાં ફરી વિરોધનો વંટોળ… પશ્તુન નેતાએ સુપ્રીમ કોર્ટ સામે વિશાળ રેલી કાઢી સેના સામે કર્યા ગંભીર આક્ષેપ

ઈસ્લામાબાદ, તા.19 ઓગસ્ટ-2023, શનિવાર

પાકિસ્તાનમાં ફરી એકવાર સેના વિરૂદ્ધ વાતાવરણ ઊભું થવા લાગ્યું છે. પાક સેનાના અત્યાચારથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરીને અલગ દેશની માંગણી તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. લોકોનું કહેવું છે કે જો પાકિસ્તાનમાં સ્થિતિ નહીં સુધરશે તો તેઓ અલગ દેશની માંગણી કરવા લાગશે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટની સામે શુક્રવારે એક મોટી રેલી નીકળી હતી. આ રેલીનું આયોજન પાકિસ્તાનમાં રહેતા પખ્તૂનો દ્વારા કરવામાં આવ્યું હતું. સેનાને પડકાર આપતા પખ્તૂન નેતા મંજૂર પશ્તીને રેલીમાં કહ્યું કે જો પાકિસ્તાન આવું જ ચાલુ રાખશે તો તેઓ અલગ દેશની માંગ કરવા મજબૂર થશે.

દેશમાં હુમલા કરી રહેલા તાલિબાનો પાછળ પાક સેના...

તેમણે કહ્યું, 'પાકિસ્તાની નેતાઓ સેનાના જનરલોના ગુલામ છે. પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં હુમલા કરી રહેલા તાલિબાનોની પાછળ પાક સેના પણ છે. પખ્તૂનો પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ. પાકિસ્તાની સેનાએ તાલિબાનને તાત્કાલિક રોકવું જોઈએ. કારણ કે, જો અમે અમારું કામ કરવાનું શરૂ કરીશું તો અટકીશું નહી. મંજૂર પશ્તીને કહ્યું કે જો તમે પાકિસ્તાનને યોગ્ય રીતે ચલાવી શકો નહી અને અમને દરરોજ સમાન સમસ્યાઓનો સામનો કરવો પડશે, તો અમે આઝાદીની માંગ કરવા માટે મજબૂર થઈશું. હવે કાં તો તમારે જીવવાનો અધિકાર આપવો પડશે અથવા તો સ્વતંત્રતાની લડાઈ થશે.

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન આર્મી જવાબદાર

આ રેલીમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને ઈમરાન ખાનની પાર્ટીના મોટા નેતા શિરીન મજારીની પુત્રી ઈમાન ઝૈનબ મજારીએ પણ સેના પર જોરદાર નિશાન સાધ્યું હતું. ઝૈનબ મજારીએ રેલીમાં કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન આર્મી જવાબદાર છે. તેઓ જ સાચા આતંકવાદીઓ છે. ઝૈનબે સ્ટેજ પરથી સેના વિરુદ્ધ 'યે જો આતંક ગરદી હૈ, ઉસકે પીછે વર્દી હૈ' જેવા નારા પણ લગાવ્યા હતા. ઝૈનબ ઉપરાંત અગ્રણી પશ્તુન નેતા મંજૂર પશ્તીને પણ સેનાની ટીકા કરી હતી.

સુપ્રીમ કોર્ટ સામે પ્રદર્શન

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની સામે પશ્તુન નેતાઓએ પશ્તુન તહાફુઝ મૂવમેન્ટ (PTM)ની રેલીનું આયોજન કર્યું હતું. આ એક આંદોલન છે, જે છેલ્લા 5 વર્ષથી બલૂચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય પશ્તુન પ્રભુત્વવાળા વિસ્તારોમાં ચાલી રહ્યું છે. 2018માં શરૂ થયેલી આ ચળવળનો હેતુ પશ્ચિમી લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરવાનો છે.

યુનિવર્સિટીના 8 વિદ્યાર્થીઓએ શરૂ કરી હતી

જો કે, એવું કહેવાય છે કે આ આંદોલન 9 વર્ષ પહેલા શરૂ થયું હતું. તે 2014 માં ડેરા ઇસ્માઇલ ખાન, ખૈબર પખ્તુનખ્વા સ્થિત ગોમલ યુનિવર્સિટીમાં આઠ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયું હતું. પરંતુ આ ચળવળને વેગ મળતા લગભગ 4 વર્ષ લાગ્યા.13 જાન્યુઆરી, 2018ના રોજ કરાચીમાં પ્રખ્યાત પખ્તુન નેતા નકીબુલ્લાહ મહેસૂદના એન્કાઉન્ટર બાદ આ ચળવળને વેગ મળ્યો હતો. 

પખ્તૂનોમાં ચળવળને ઓળખ મળી

લોકોએ નકી બુલ્લાહ મહેસૂદ માટે ન્યાયની માંગ સાથે મોટું આંદોલન શરૂ કર્યું. ત્યારે મહેસૂદ પાકિસ્તાનમાં વઝીરિસ્તાનના એક કબીલાનું નામ હતું. પરંતુ જ્યારે નકી બુલ્લાહના મૃત્યુ બાદ શરૂ થયેલી આ ચળવળને પશ્તુન વચ્ચે નવી ઓળખ મળી, ત્યારે મહેસૂદ શબ્દને બદલીને પશ્તુન કરી દેવામાં આવ્યો. આ આંદોલનનો હેતુ પાકિસ્તાનની સરકાર અને સેનાને નકીબુલ્લાહનું એન્કાઉન્ટર કરનાર એસએસપી રાવ અનવરને સજા અપાવવાનો હતો.