×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : નેપાળમાં મોટી દુર્ઘટના ટળી, આગની લપેટમાં આવેલી ફ્લાઈટનું કાઠમંડૂ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ

કાઠમંડુ, તા.24 એપ્રિલ-2023, સોમવાર

નેપાળમાં સોમવારે  કાઠમંડુ એરપોર્ટથી દુબઈ માટે ટેકઓફ થયેલી ફ્લાય દુબઈ ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ફ્લાય દુબઈની ફ્લાઈટ 576 (બોઈંગ 737-800) સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ છે. આ ફ્લાઈટ કાઠમંડુથી દુબઈ જઈ રહી છે. આગની ઘટનાને પગલે પહેલા એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરાયું હતું. ઘટનાને પગલે એરપોર્ટ પર ફાયર ફાઈટરોની ગાડીઓ પણ દોડવવામાં આવી હતી. જોકે કાઠમંડુ એરપોર્ટની કામગીરી હવે સામાન્ય થઈ ગઈ છે.

નેપાળના પર્યટન મંત્રીએ જણાવ્યું કે, કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે કથિત રીતે આગની લપેટમાં આવેલા દુબઈ વિમાનને હવે દુબઈ મોકલી દેવામાં આવ્યું છે. દુબઈ જઈ રહેલી આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 વિદેશી નાગરિકો સવાર હતા.

વિમાનના એન્જિનમાં આગ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફ્લાય દુબઈ વિમાનના એન્જિનમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ત્યારબાદ એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો અને ફાયર વિભાગની ઘણી ગાડીઓ સ્થળ પર લગાવી દેવામાં આવી હતી.

એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરાઈ

ત્રિભુવન એરપોર્ટના વડા પ્રતાપ બાબુ તિવારીને ટાંકીને સૂત્રોએ જણાવ્યું કે, ફ્લાઈ દુબઈએ ફ્લાઈટ ટેકઓફ થતા જ ઈમરજન્સી જાહેર કરી દીધી હતી અને હવે તેના રિપોર્ટ સામાન્ય છે. ગંતવ્યને ચાલુ રાખવા માટે સૂચના આપી દેવાઈ છે. દુબઈ જઈ રહેલા વિમાનમાં આકાશમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.