VIDEO : દેશમાં ભારે વરસાદથી 18 લોકોના મોત, ગુજરાત સહિત 25 રાજ્યોમાં ભારે વરસાદની આગાહીનવી દિલ્હી, તા.26 જૂન-2023, સોમવાર
દેશભરમાં વરસાદના કારણે 18 લોકોના મોત થયા છે. આ આંકડો 5 રાજ્યોનો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાલ ધરાશાયી થવાથી 2 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે ઉત્તરાખંડમાં વરસાદને કારણે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે 2 ઈમારતો ધરાશાયી થઈ ગઈ, જેમાં 6 લોકોના મોત થયા. તો દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક મહિલા ઈલેક્ટ્રીક પોલમાં વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામી હતી. રાજસ્થાનમાં વરસાદ સંબંધિત અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.
હિમાચલના સોલમાં વાદળ ફાટ્યું
ઉત્તરાખંડમાં વરસાદે કહેર મચાવ્યો છે. અહીં ભારે વરસાદથી બદ્રીનાથ હાઈવે ધોવાઈ ગયો છે અને કેદારનાથ યાત્રા પણ રોકી દેવામાં આવી છે. હિમાચલના સોલનમાં વાદળ ફાટ્યું હોવાના અહેવાલો છે જ્યારે મંડી જિલ્લામાં 200 લોકો પૂરમાં ફસાયા છે.
25 રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગે સોમવારે 25 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે આગામી 48 કલાક આ રાજ્યો માટે ભારે છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, કોંકણ-ગોવા, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ, દિલ્હી, પૂર્વી રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, તટીય કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે. આજે અને આવતીકાલે અહીં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યો માટે હવામાન વિભાગનું એલર્ટ
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ મુજબ મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્ર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડી પર બનેલા તીવ્ર દબાણના કારણે ગુજરાતના કચ્છ પર ચક્રવાતનું પરિભ્રમણ સર્જાઈ રહ્યું છે અને સક્રિય ટ્રફ મહારાષ્ટ્રથી કોસ્ટલ કર્ણાટક સુધી વિસ્તરી રહી છે. જેના કારણે આગામી 48 કલાકમાં કોંકણ સહિત સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત IMDએ જણાવ્યું હતું કે મુંબઈ અને દિલ્હીમાં 21 જૂન 1961 બાદ પ્રથમવાર ચોમાસાની શરૂઆત એક સાથે થઈ હતી. દિલ્હીમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બુધવાર અને ગુરુવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં રેડ એલર્ટ અને હિમાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઉત્તરાખંડમાં રેડ એલર્ટ અને હિમાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અનેક શહેરોમાં હવામાન બદલતા અને ભારે વરસાદ ખાબકતા જનજીવન પર અસર દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાય જવાને પગલે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે તો કેટલાક શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ઉત્તર ભારતમાં દિલ્હી- એનસીઆર, હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણ પટલાવા સાથે લોકોને દાહક ગરમીમાંથી રાહત મળી છે. તો કેટલાક વિસ્તારોમાં રાહતનો વરસાદ આફત પણ બન્યો છે.
કાર સાથે મહિલા નદીમાં તણાઈ
હરિયાણાના પંચકુલામાં ભારે વરસાદના કારણે જનજીવન જોખમમાં મુકાયું છે. પંચકુલામાં વાદળ ફાટવાને કારણે અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા તેમજ પંચકુલા પાસે એક મહિલા તેના પરિવાર સાથે ઘગ્ગર નદીની પૂજા કરવા માટે આવી હતી અને તેની કાર નદી કિનારે પાર્ક કરી હતી. નદીમાં અચાનક પાણી આવી જતાં કાર સાથે મહિલા નદીમાં તણાઈ ગઈ હતી જો કે બચાવ કર્મીએ દોરડાની મદદથી મહિલાને બચાવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કેદારનાથમાં ભારે વરસાદને કારણે યાત્રા ખોરવાઈ
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. જેના કારણે અનેક જગ્યાએ મધ્યમ અને ભારે વરસાદ થયો હતો. હિમાલયન રાજ્ય ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે વરસાદને કારણે યાત્રા ખોરવાઈ ગઈ હતી, જ્યારે બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં ઘોડાપુરને કારણે બદ્રીનાથ હાઈવે લગભગ 30 મીટર ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
મહારાષ્ટ્ર-મુંબઈમાં 2, છત્તીસગઢમાં 2 લોકોના મોત
મહારાષ્ટ્રમાં, મુંબઈમાં બાલ્કનીમાંથી પડીને બે વરિષ્ઠ નાગરિકોના મોત થયા છે. છત્તીસગઢના જશપુરમાં વીજળી પડવાથી એક જ પરિવારના બે લોકોના મોત થયા છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદને પગલે અનેક ફ્લાઈટોને ડાયવર્ટ કરવી પડી હતી. સ્તાઓ પર ટ્રાફિક જામના દ્વશ્યો જેવા મળી રહ્યા છે તેમજ અનેક શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
IMD Heavy Rain Forecast, IMD Weather Alert, Uttar Pradesh, Uttarakhand, Himachal, Jammu-Kashmir, Arunachal Pradesh, Jharkhand, Madhya Pradesh, Konkan-Goa, Chhattisgarh, Assam, Meghalaya, Nagaland, Manipur, Mizoram, Tripura, Odisha, West Bengal, Haryana, Punjab, Delhi, Rajasthan, Gujarat, Maharashtra, Vidarbha, Karnataka, Kerala, Kedarnath, Badrinath, Sonprayag, Gaurikund Rain
નવી દિલ્હી, તા.26 જૂન-2023, સોમવાર