×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: તુર્કઈમાં ભારતીય NDRF ટીમ બની દેવદૂત, કાટમાળ નીચેથી 6 વર્ષની બાળકીને બચાવી

Image: Twitter 



તુર્કેઈ અને સીરિયામાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપ બાદથી અત્યાર સુધીમાં અનેક હૃદયકંપી તસ્વીરો સામે આવી છે.  ભારતે સામે આવી આ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ તરત જ પોતાની ફરજ નિભાવી હતી. ભારતે  NDRF અને ભારતીય સેનાની ટીમને મેડિકલ હેલ્પ સાથે તુર્કેઈ મોકલી હતી. 

ભારતીય સેના અને NDRFના જવાનો તુર્કેઈમાં લોકોના જીવ બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. જેને 'ઓપરેશન દોસ્ત' નામ આપવામાં આવ્યું છે.  હાલ ભારતીય સેના અને NDRFની ટીમોની કેટલીક એવી તસ્વીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેને જોઈ દરેક ભારતીયને જવાનો પર ગર્વ થશે.

 6 વર્ષની બાળકીનો જીવ NDRFની ટીમે બચાવ્યો
NDRFએ તુર્કેઈમાં ચાલતા 'ઓપરેશન દોસ્ત'નો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં NDRF ટીમના જવાનો દ્વારા 6 વર્ષની બાળકીને કાટમાળમાંથી બચાવતી જોઈ શકાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ વીડિયો ટ્વીટ કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આપણી NDRFની ટીમ પર દેશને ગર્વ છે. તુર્કેઈમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ભારતીય જવાનોએ ગાઝિયાંટેપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો હતો. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ, અમે NDRFને વિશ્વની સૌથી આગવી આપત્તિ પ્રતિભાવ દળ બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ.