×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: ખતરનાક સ્પીડથી ટાર્ગેટ, બ્રહ્મોસના નવા અવતારનું સફળ ટેસ્ટિંગ



નવી દિલ્હી, તા.29 ડિસેમ્બર-2022, ગુરુવાર

ભારતીય વાયુસેનાએ સુખોઈ-30 MKIથી બ્રહ્મોસ એક્સટેન્ડેડ એર વર્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ એન્ટી-શિપ વેરિઅન્ટ છે. એન્ટી-શિપ વેરિઅન્ટ એટલે સુખોઈ દ્વારા આ મિસાઈલથી ટાર્ગેટ કરી દુશ્મનના મોટા જહાજને નષ્ટ કરી શકાય છે.

બ્રહ્મોસના નવા અવતારની રેન્જ 400 કિલોમીટર

પરીક્ષણ દરમિયાન મિસાઈલે ટાર્ગેટ શીપને ધ્વસ્ત કરી દીધું હતું. આ મિસાઈલની રેન્જ 400 કિલોમીટર છે. આ પરીક્ષણ સાથે જ ભારતીય વાયુસેનાએ સુખોઈ ફાઈટર જેટથી જમીન અથવા સમુદ્રમાં લાંબા અંતર પરના ટાર્ગેટ્સ પર નિશાન લગાવવાની મારક ક્ષમતા હાંસલ કરી લીધી છે. 

મિસાઈલ 400 કિમી જહાજને પણ કરી નાખશે ખલાસ

બ્રહ્મોસના આ વર્ષથી સુખોઈની મારક ક્ષમતા પણ વધી ગઈ છે. એટલે કે આ ફાઈટર જેટ દ્વારા સમુદ્રમાં 400 કિલોમીટર દૂર રહેલા દુશ્મનના જંગી જહાજને પણ નષ્ટ કરી શકાય છે. પરીક્ષણ દરમિયાન ભારતીય વાયુસેના સાથે DRDO, ભારતીય નૌસેના, બીએપીએલ અને એચએએલ સામેલ હતા.