×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : કુસ્તીબાજ ગીતા ફોગાટ અને તેમના પતિની દિલ્હી પોલીસે કરી ધરપકડ, ટ્વિટ કરી કર્યો દાવો

નવી દિલ્હી, તા.04 મે-2023, ગુરુવાર

‘દંગલ ગર્લ’ કુસ્તીબાજ ગીતા ફોગાટે ગુરુવારે સાંજે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી છે. તેમણે ટ્વિટર પર જણાવ્યું કે, હું મારા પતિ પવન સરોહા સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા મારા ભાઈ-બહેનોને મળવા જઈ રહી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે કરનાલ બાયપાસ પાસે અટકાવી... ત્યારબાદ તેઓ અમને ફરીથી પોલીસ સ્ટેશન લઈ ગયા અને કહેવા લાગ્યા કે, તમારી પાસે બે જ રસ્તા છે, પાછા જાઓ અથવા પોલીસના ઘરે ચલો... ત્યારબાદ અમારી ધરપકડ કરવામાં આવી હતી. આ ખૂબ જ દુઃખદ છે. જો કે હજુ સુધી દિલ્હી પોલીસ તરફથી આ સમગ્ર મામલે કોઈ માહિતી સામે આવી નથી.

ગઈકાલે કુસ્તીબાજો-પોલીસ કર્મચારીઓ વચ્ચે થઈ હતી બબાલ

યૌન ઉત્પીડનના આરોપોના સંબંધમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગને લઈને બુધવારે રાત્રે જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કેટલાક પોલીસકર્મીઓને કથિત રૂપે ધક્કામુક્કી થઈ હતી. જ્યારે બીજા દિવસે ગુરુવારે આ મુદ્દો આગની જેમ ફેલાઈ રહ્યો છે. એક તરફ કુસ્તીબાજો દિલ્હી પોલીસ પર આરોપો લગાવી રહી છે, તો બીજી તરફ દિલ્હી પોલીસે કહ્યું કે, તેઓ કાયદામાં રહીને કામ કરી રહ્યા છે.

AAP નેતા સહિત 2ને કસ્ટડીમાં લેવાયા

દરમિયાન બુધવારે થયેલી બબાલને કારણે કેટલાક પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય સોમનાથ ભારતી સહિત 3 લોકોની અટકાયત કરાઈ છે. નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રણવ તયાલે કહ્યું કે, સોમનાથ ભારતી પરવાનગી વગર ફોલ્ડિંગ બેડ લઈને જંતર-મંતર પર આવ્યા હતા. તયાલે કહ્યું કે, આ અંગે પૂછપરછ કરાતા ભારતીના સમર્થકો આક્રમક બની ગયા હતા અને ટ્રકમાંથી ફોલ્ડિંગ બેડ ઉતારવાના પ્રયાસ કરવા લાગ્યા હતા. અધિકારીએ કહ્યું કે, ત્યારબાદ સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં ભારતી અને અન્ય 2ને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

ખેડૂત નેતા સહિત 15 લોકો કસ્ટડીમાં

દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, તેમણે લગભગ 15 લોકોની અટકાયત કરી છે. તેમણે કહ્યું કે, કિસાન સંઘના નેતા અભિમન્યુ કોહાડ કુસ્તીબાજોને સમર્થન આપવા માટે સોનીપતથી દિલ્હી આવી રહ્યા હતા.