×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : એક જ દિવસમાં 2 ટ્રેનોમાં આગ, બારીમાંથી કુદવા લાગ્યા મુસાફરો, ઓડિશા અને ઉત્તર પ્રદેશની ઘટના

ભુવનેશ્વર, કૌશાંબી, તા.06 મે-2023, મંગળવાર

આજે એક જ દિવસમાં 2 ટ્રેનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એક ઘટના ઓડિશાની છે, જ્યાં ટ્રેનનો કોચમાં આગ લાગતા મુસાફરોમાં નાસભાગ મચી છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં પણ એક ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી અને મુસાફરો જીવ બચાવવા ટ્રેનની બારીમાંથી કુદવા લાગ્યા હતા.

સિકંદરાબાદ-અગરતલા એક્સપ્રેસના AC કોચમાં ધુમાડો

ઓડિશાના બેરહામપુર રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ-અગરતલા એક્સપ્રેસના AC કોચમાં ધુમાડો જોયા બાદ મુસાફરોમાં નાસભાગ મચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર B5 AC કોચના ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ગભરાયેલા મુસાફરોએ રેલવે અધિકારીઓને કોચ બદલવાની માંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ઓડિશાના બાલાસોરમાં 2જી મેના રોજ થયેલી ટ્રેન દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાદ રેલવે મુસાફરોએ ટ્રેનમાં બનતી નાની-નાની ઘટનાઓથી પણ ગભરાવા લાગ્યા છે.

વીજળીની નજીવી સમસ્યા કારણ ધુમાળો નીકળ્યો

ઈસ્ટ કોસ્ટ રેલ્વેના જણાવ્યા અનુસાર, બેરહામપુર સ્ટેશન નજીક ટ્રેન નંબર 07030 સિકંદરાબાદ-અગરતલા એક્સપ્રેસના કોચ નંબર B-5માં સામાન્ય ઈલેક્ટ્રિકલ સમસ્યા સર્જાઈ હતી. જો કે ફરજ પરના કર્મચારીઓએ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કર્યું હતું. 

સિયાલદહથી અજમેર જતી ટ્રેનમાં પણ લાગી આગ

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભરવરી રેલવે સ્ટેશન નજીક સિયાલદહથી અજમેર જતી 12987 એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. રાહતની વાત એ છે કે, કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્ર સહિત મુસાફરોએ હાશકારો લીધો છે. મળતા અહેવાલો મુજબ શોર્ટ સર્કિટના કારણે ટ્રેન આગ લાગી હતી. આગની જાણ થતાં જ ચેઈન પુલિંગ કરીને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ઉતાવળમાં લોકો બારી-દરવાજામાંથી કૂદવા લાગ્યા હતા. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.