×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : ઈરાને કર્યું ખતરનાક મિસાઈલનું પરીક્ષણ, રેન્જ 2000 કિલોમીટર, આ 7 દેશોનું વધ્યું ટેન્શન

તેહરાન, તા.25 મે-2023, ગુરુવાર

ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને લઈને પશ્ચિમ સાથેના વ્યાપક તણાવ વચ્ચે ખતરનાક ખોર્રામશાહર-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઈરાને 2000 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મનને તાંકતી બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. આ પરીક્ષણ દરમિયાન ઈરાને જણાવ્યું કે, તે તેના દુશ્મનની કોઈપણ ગતિવિધને સહન નહીં કરે. ઈરાનની આ મિસાઈલ ઈઝરાયેલ, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, રોમાનિયા, બલ્ગેરિયા, ગ્રીસ, અમેરિકાના ઠેકાણાઓનો નાશ કરી શકે છે.

મિસાઈલનું વજન 1500 કિલોગ્રામ

અધિકારીઓએ તેહરાનમાં એક કાર્યક્રમ દરમિયાન ખોર્રામશાહર-4 બેલેસ્ટિક મિસાઈલ દેખાતી હતી, જેમાં ટ્રક પર લાગેલા લોન્ચર પર મિસાઈલ હતી. સંરક્ષણ મંત્રી જનરલ મોહમ્મદ રજા અશ્તિયાનીએ કહ્યું કે, ખુબ જ ઓછા સમયમાં આ મિસાઈલ લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલનું વજન 1500 કિલોગ્રામ વોરહેડ છે. આ મિસાઈલ 2000 કિલોમીટરની રેન્જ સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ મિસાઈલ પરીક્ષણનું ફુટેજ પણ જારી કર્યું છે, જેમાં મિસાઈલનું સફળ પરીક્ષણ દેખાડવામાં આવ્યું છે.

ઈરાનનું ઈઝરાયેલ કટ્ટર દુશ્મન

ખોરમશહર-4 નું નામ ઈરાની શહેર પરથી રખાયું છે, જે 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ખતરનાક લડાઈનું કેન્દ્ર હતું. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ઈઝરાયેલના સશસ્ત્ર દળોના વડા દ્વારા પરમાણુ કાર્યક્રમ પર તહેરાન વિરુદ્ધ કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરાઈ હતી, તેના બે દિવસ બાદ ઈરાને મિસાઈલ પરીક્ષણ કર્યું છે. ઈરાન ઈઝરાયેલને તેના કટ્ટર દુશ્મન માને છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે, તેના હથિયારો ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓનો પણ નાશ કરી શકે છે. ઈરાન ઈઝરાયને તેનો કટ્ટર દુશ્મન માને છે. એવું પણ મનાય છે કે આ મિસાઈલ દ્વારા પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકાય છે. જો કે, તેમાં ઘણા પરમાણુ હથિયારો સ્થાપિત કરી શકાય છે, તે અંગે કોઈ નક્કર માહિતી નથી.

ઉત્તર કોરિયાએ ઈરાનને વેચ્યું હતું હ્વાસોન્ગ-12 મિસાઈલનું વર્ઝન

જેન્સ ડિફેન્સ વીકલી અને સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અનુસાર, ઉત્તર કોરિયાએ ઈરાનને હ્વાસોન્ગ-12 મિસાઈલનું વર્ઝન વેચ્યું હતું, જેને BM-25 નામ અપાયું હતું. અહીં 25 એટલે 2500 કિલોમીટર. ઈરાને કહ્યું છે કે તેણે આ મિસાઈલનું કદ જૂના વર્ઝનની સરખામણીમાં ઘટાડી દેવાયું છે, તેનાથી ઈંધણનો વપરાશ ઓછો થશે અને રેન્જ પણ ઓછી હશે.